ખબર

અમદવાદમાં અહીંયા 4 દિવસ સુધી સ્વૈચ્છિક બંધ પાડવાનો કર્યો નિર્ણય, જાણો ક્યાં ક્યાં ધંધા રહેશે બંધ

સમગ્ર ગુજરાતમાં કોરોનાના કારણે સ્થિતિ ખુબ જ ગંભીર બની રહી છે, ગુજરાતના ઘણા શહેરોમાં રાત્રી કર્ફયુ લાદી દેવામાં આવ્યો છે. તો ઘણા ગામ, શહેરો અને વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક બંધ પણ પાડવામાં આવી રહ્યો છે. ત્યારે હાલ અમદાવાદ જવેલરી એસોશિએશન દ્વારા 4 દિવસના સ્વૈચ્છિક બંધનું એલાન કરવામાં આવ્યું છે.

અમદાવાદના જ્વેલર્સ એસોસિયેશનના પ્રમુખ જીગર સોની તથા સેક્રેટરી નિશાંત સોની દ્વારા એક પત્ર જાહેર કરીને સ્વયંભૂ બંધની જાણકારી આપવામાં આવી છે. એસોસિયેશન દ્વારા તેમના સભ્યોના અભિપ્રાયો બાદ સર્વાનુમતે આગામી 23 એપ્રિલથી શુક્રવાર, શનિવાર તથા રવિવાર સુધી સ્વયંભૂ બંધ પાળીનો કોરોનાની ચેઈન તોડવાનો પ્રયત્ન કરશે.

આ ઉપરાંત ટુ- વ્હીલર્સ ડીલર એસોસિએશ દ્વારા પણ રાજ્યના વિવિધ શહેરોમાં કોરોનાના સંક્રમણને ધ્યાને લઈ 4 દિવસ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લીધો. ટુ- વ્હીલર એસોસિએશન ગુજરાત દ્વારા 23 એપ્રિલથી 25 એપ્રિલ સુધી ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન પાળશે.