અમદાવાદના ગોઝારા અકસ્માતમાં ભેટેલા યુવાનોના મૃતદેહ આવ્યા વતન, અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું, પરિવારજનોનું હૈયાફાટ રુદન

Bodies of youths who died in Ahmedabad accident brought home : ગઈકાલે રાત્રે અમદાવાદમાં રક ગોઝારા અકસ્માતની ઘટના ઘટી જેમાં 9 લોકો મોતને ભેટ્યા. આ અકસ્માત ફૂલ સ્પીડમાં જેગુઆર કાર ચલાવી રહેલા તથ્ય પટેલ દ્વારા સર્જવામાં આવ્યો હતો. ત્યારે અકસ્માત બાદ રોડ પર લોહીના ખાબોચિયા પણ ભરાઈ ગયા હતા, આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે સોલા સિવિલમાં અને મૃતદેહોને પણ સોલા સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા. જ્યાં તેમના પરિવારજનો પહોંચતા જ માહોલ ગમગીન બન્યો હતો.

આ મામલામાં પોલીસે આઇઓપી તથ્ય પટેલના પિતા ઉપરાંત કારમાં સવાર 3 યુવતીઓ સહીત 5 લોકોની ધપરકડ પણ કરી લીધી છે. ત્યારે હાલ મૃતકોના પોસ્ટમોર્ટમ બાદ તેમના પાર્થિવ દેહને તેમના પરિવારજનોને પણ સોંપી દેવામાં આવ્યા છે અને તેઓ આ પાર્થિવ દેહને લઈને તેમના અંતિમ સંસ્કાર માટે તેમના વતનમાં લઇ ગયા છે, જ્યાં પણ કરુણ દૃશ્યો જોવા મળી રહ્યા છે. આ અકસ્માતમાં બોટાદના ત્રણ યુવાનો પણ મોતને ભેટ્યા હતા, જેમાંથી બે યુવાનોના મૃતદેહ બોટાદમાં લાવવામાં આવ્યા.

યુવકોના મૃતદેહ આવતા જ શહેરમાં ઊંડો શોક છવાઈ ગયો હતો. તો અન્ય એક યુવાન કૃણાલના પાર્થિવ દેહને તેના વતન ચાસકા ગામમાં લઇ જવામાં આવ્યો છે. તો રોનક અને અક્ષરના પાર્થિવ દેહને બોટાદમાં લાવતા જ આક્રંદ જોવા મળ્યો. અક્ષરની અંતિમ યાત્રા ભાવનગર રોડ પરથી અને રોનકની અંતિમ યાત્રા પાળીયાદ રોડ પરથી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, આ દરમિયાન તમામની આંખોમાં આંસુઓ હતા.

આ અકસ્માતમાં મોતને ભેટેલા રોનક રાજેશભાઈ વિહલપરાની ઉંમર ફક્ત 23 વર્ષ હતી, તેને પિતા રાજેશભાઈને બે દીકરા હતા, જેમાં રોનક બે વર્ષથી અમદાવાદમાં એન્જીનીયરીંગનો અભ્યાસ કરતો હતો. તો કૃણાલની ઉંમર 22 વર્ષ હતી અને તેના પિતા નટુભાઈ કોડિયાને સંતાનોમાં તે એકમાત્ર દીકરો હતી. તે પણ છેલ્લા એકાદ વર્ષથી અમદાવાદમાં એન્જીન્યરીંગ કોલેજમાં અભ્યાસ કરતો હતો. બને યુવકો માસિયારા ભાઈ હોવાનું પણ સામે આવ્યું છે.

જયારે બંને યુવકોના પાર્થિવ દેહને એમ્બ્યુલન્સ મારફતે ગામમાં લાવવામાં આવ્યા અને બંનેને સફેદ ચાદરમાં લપેટાયેલી હાલતમાં જોઈને લોકો પોતાની આંખોના આંસુઓ પણ રોકી ના શક્યા, તો પરિવારના હૈફાયટ રુદનથી પણ કલ્પાંત સર્જાયો છે. જે દીકરાઓ માટે પરિવારે સપના જોયા હતા એ દીકરાઓને મૃત હાલતમાં જોઈને પરિવાર માથે પણ આભ તૂટી પડ્યું હતું. ત્યારે આ મામલે હવે મૃતકના પરિવારજનો પણ ન્યાયની માંગણી કરી રહ્યા છે.

Niraj Patel