આ છે અમદાવાદનો હવસખોર પિતા..! 16 વર્ષની સગીરાને વારંવાર હોટેલમાં લઇ ગયો અને ન કરવાનું….
ગુજરાતમાં મહિલાઓ અને યુવતીઓ સાથે છેડતી અને દુષ્કર્મની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. ઘણીવાર એવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે જેમાં પરિવારના કોઈ અંદરના વ્યક્તિ કે સંબંધી દ્વારા જ મહિલા, યુવતી કે કિશોરી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય, પરંતુ હાલ અમદાવાદમાંથી જે ઘટના સામે આવી છે તે એક બાપ દીકરીના સંબંધો પર લાંછન લગાવનારી છે.
આ ઘટના સામે આવી છે અમદાવાદના વટવા વિસ્તારમાંથી. જ્યાં સાવકા પિતાએ 16 વર્ષની દીકરીને કેફી પીણું પીવડાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેને લઈને પોલીસમાં કેસ દાખલ થતા નરાધમ પિતાની ધરપકડ પણ કરવામાં આવી છે. આ સાવકા પિતાએ દીકરી સાથે આ રીતે એકવાર નહિ પરંતુ અનેકવાર દુષ્કર્મ આચર્યું હોવાનું પણ સામે આવી રહ્યો. જેની જાણ સગીરાએ તેની માતાને કરતા આખો કિસ્સો પ્રકાશમાં આવ્યો અને પછી માતાએ પોલીસ ફરિયાદ કરી હતી.
આરોપી પિતા પ્રિન્ટિંગનું કામ કરે છે. આરોપીને બે સંતાનો પણ છે. તેણે એક મહિલા સાથે લગ્ન કર્યા હતા, લગ્ન બાદ તે પોતાની પાંચ વર્ષની દીકરી સાથે આવી હતી. ત્યારે વાસનાના ભૂખ્યા આ સાવકા પિતાએ દીકરીને વરમૌર કેફી પીણું પીવડાવી અને તેની સાથે પોતાની હવસ સંતોષવા દુષ્કર્મ આચરતો રહ્યો.
આ મામલે એવી પણ હકીકત સામે આવી છે કે આરોપી પિતાએ સગીરા સાથે અમદાવાદમાં જ નહિ પરંતુ જયપુર અને રાજસ્થાનની હોટલોમાં લઈ જઈને પણ દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહિ આરોપી સાવકા પિતાએ તેનો વીડિયો પણ બનાવી લીધો હતો, જેના બાદ તે તેને બ્લેકમેઇલ પણ કરી રહ્યો હતો. જો કે સગીરાએ આ બધાથી કંટાળીને તેની માતાને હકીકત જણાવતા માતાએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપી પિતાની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.