અમદાવાદમાં દાણીલીમડામાં પતિએ આ મામૂલી બાબતે પત્નીને ઉપરા છાપરી છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધી

ગુજરાતમાંથી અનેક હત્યાના કિસ્સાઓ સામે આવે છે. તેમાં પણ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા અગ્રેસર હોય છે. ત્યારે હાલ અમદાવાદમાંથી હત્યાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પતિએ પત્નીની ક્રૂરતાથી હત્યા કરી દીધી. જો કે, પોલિસે હત્યારા પતિની ધરપકડ કરી લીધી છે. તે બાદ આરોપીએ પૂછપરછમાં અનેક ખુલાસાઓ કર્યા છે. પરણિતા નવા કપડા પહેરીને જતી તો આરોપીને શંકા થતી કે તેને કોઇ સાથે સંબંધ હશે અને આવા જ કારણને લીધે તેણે તેની પત્નીની હત્યા કરી દીધી.

આ ઘટના 13 ફેબ્રુઆરીની છે. જયારે બપોરના સમયે દાણીલીમડા ન્યુ શાહઆલમનગરમાં રહેતી આફરીનબાનુ ઘરમાં હતી ત્યારે તેનો પતિ આમીરખાન આવ્યો અને અચનાક ઝઘડો કરવા લાગ્યો, જે બાદ તેણે તેની પત્નીના પગના ભાગે છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધી. પત્નીની હત્યા કર્યા બાદ તે ત્યાંથી નાસી છૂટ્યો હતો. જેના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા હતા. જે આધારે પોલિસે બરોડા રેલવે સ્ટેશન પાસે ઊભેલા આરોપીને ઝડપી લીધો હતો.

Image source

પોલિસે તેની પૂછપરછ કરતા તેણે અનેક ખુલાસા કર્યા હતા. તેણે કબૂલ્યુ હતુ કે તેણે શંકા, વહેમ અને ઘર કંકાસને કારણે તેની પત્નીન હત્યા કરી. પત્નીની હત્યા કર્યા બાદ તે ઉમરગામ અને બરોડા જઇ નોકરીની શોધ કરી રહ્યો હતો. ત્યારે ડોક્યુમેન્ટના અભાવે નોકરી તેને મળી નહિ તો તે ટ્રેન મારફતે મહારાષ્ટ્ર એક સંબંધીના ઘરે જવાના ફિરાકમાં હતો પરંતુ તે પહેલા જ પોલિસે ચોક્કસ બાતમીના આધારે તેને બરોડા પોલિસ સ્ટેશન પરથી ઝડપી લીધો હતો. હાલ પોલિસે આમીરની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. પોલિસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે હત્યા પાછળ અન્ય કારણ છે કે નહિ.

Shah Jina