અમદાવાદમાં પતિને હતા આડા સંબંધો, દીકરીના જન્મ બાદ પત્નીને થઇ આ રીતે ખબર, પછી પત્નીએ કર્યું એવું કે……

દીકરીના જન્મ બાદ ખુલી પતિનો ભાંડો ફૂટ્યો, પરિણીતાના પગ નીચેથી સરકી ગઈ જમીન

આજકાલ મોટાભાગના પતિ પત્ની વચ્ચે કોઈ ત્રીજા વ્યક્તિનો પ્રવેશ થયેલો જોવા મળે છે. અને પતિ પત્નીને આ સંબંધો વિશે જાણ થતા તેનું પરિણામ પણ ખુબ જ ભયાનક આવતું જોવા મળે છે. હાલમાં એવો જ એક કિસ્સો અમદાવાદના શાહ આલમમાંથી સામે આવ્યો છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

મળતી માહિતી અનુસાર અમદાવાદના દાણી લીમડામાં પોતાના માતા, પિતા અને ભાઈ સાથે રહેતી 26 વર્ષીય યુવતીએ પોતાના પતિના આડા સંબંધો હોવાની અને સાસરી વાળા તરફથી ત્રાસ ગુજરાત હોવાની ફરિયાદ નોંધાવી છે.

યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેના લગ્ન 2017માં વેરાવળના એક યુવક સાથે થયા હતા, જે સાઉથ આફ્રિકામાં નોકરી કરતો હતો. યુવતીએ યુવકને પોતાની સાથે સાઉથ આફ્રિકા લઇ જવાનું પણ જણાવ્યું પરંતુ યુવક વિઝાનું બહાનું બનાવતો રહ્યો.

આખરે યુવતીના વિઝા પણ થઇ ગયા અને બંને સાઉથ આફ્રિકામાં રહેવા લાગ્યા. ત્યાં યુવતી ગર્ભવતી બની હતી. ત્યારબાદ યુવકે તેને અમદાવાદ એકલા જ મોકલી દીધી. અમદાવાદથી યુવતી પોતાના સાસરે ગઈ પરંતુ ત્યાં તેના સાસુ સસરા દ્વારા ત્રાસ ગુજરાવામાં આવતો હતો.

જેનાથી કંટાળીને યુવતી પોતાના પિયર ચાલી આવી હતી. બાદમાં યુવતીને નવમો મહિનો હોવાના કારણે તેનો પતિ તેને પોતાની સાથે સાસરીમાં પાછી લઇ ગયો હતો ત્યાં સાસુના નોર્મલ ડિલિવરીના દબાણ બાદ યુવતીએ સિઝેરિયન દ્વારા એક બાળકીને જન્મ આપ્યો.

દીકરીના જન્મ સમયે યુવતીએ ઘરમાં કામવાળી રાખી હતી, પરંતુ તેના સાસુએ દીકરી જન્મના 18 દિવસ બાદ જ કામવાળીને પણ છૂટી કરી દીધી હતી અને તેની યુવતી પાસે જ કામ કરાવતા હતા. ત્યારબાદ યુવતીને એ પણ જાણ થઇ કે તેના પતિના સંબંધો તેના સગા ભાભી સાથે જ છે.

જેના કારણે યુવતી અમદાવાદ પોતાના પિયર આવી ગઈ, ત્યારબાદ તેના સાસરીવાળા તરફથી સોના ચાંદીના દાગીના અને રકમ લઈને તે ભાગી ગઈ તેવા આરોપો મૂકીને બદનામ પણ કરવામાં આવી જેનાથી કંટાળીને યુવતીએ દાણીલીમડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ હાલ આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

Niraj Patel