અમદાવાદમાં તમે હોટલની અંદર જમવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો ? તો જાણી લો આ નિયમ નહિ તો ભૂખ્યા પેટે પાછા ફરવું પડશે

કોરોના મહામારી હવે દેશભરમાં ઓછી થઇ રહી છે, પરંતુ ત્રીજી લહેરની શક્યતાને પણ નકારવામાં આવી શકે તેમ નથી. ત્યારે દેશભરમાં વેક્સિન અભિયાન પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. ઘણા લોકો વેક્સિન લઇ રહ્યા છે, સરકાર દ્વારા પણ જનતા વેક્સિન લે તે માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ વેક્સિન માટે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.

એવામાં જો તમે અમદાવાદની કોઈ હોટલ કે રેસ્ટોરન્ટની અંદર જમવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ ખબર પહેલા વાંચી લેજો, નહિ તો તમારે પણ ભૂખ્યા પેટે પાછા ફરવું પડી શકે છે. કારણ કે અમદાવાદ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે જે લોકોએ વેક્સિન નહિ લીધી હોય અને તેમની પાસે વેક્સિન સર્ટિફિકેટ નહિ હોય તો તેમને અમદાવાદ શહેરમાં આવેલા કોઈપણ રેસ્ટોરન્ટ કે હોટલમાં પ્રવેશ મળશે નહીં. જેના કારણે હવે હોટલમાં જમવા જતી વખતે તમારે વેક્સિન સર્ટફિકેટ અવશ્ય બતાવવું પડશે.

આ પહેલા અમદાવાદમાં 20 સપ્ટેમ્બરથી વેક્સિન સર્ટિફિકેટ ન હોય તેવા વ્યક્તિઓને એએમટીએસ, બીઆરટીએસ, ગાર્ડન જેવા જાહેર સ્થળો પર પ્રવેશ પર પ્રતિબંધ કરવામાં આવ્યો હતો. હવે અમદાવાદમાં વેક્સિન સર્ટિફિકેટ વગર હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ પ્રવેશ મળશે નહીં.

Niraj Patel