ખબર

અમદાવાદમાંથી વધુ એક હની ટ્રેપનો બનાવ આવ્યો સામે, 61 વર્ષના વૃદ્ધને શરીર સુખ માણવાની લાલચ આપી હોટલમાં લઇ જઈ કપડાં ઉતાર્યા પછી……

સુંદર યુવતી 61 વર્ષના વૃદ્ધને મહિલા હોટલના રૂમમાં લઇ ગઇ અને કપડાં ઉતાર્યા પછી જે થયું

દેશભરમાં હની ટ્રેપના ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે. રૂપ લલનાઓ અને તેમના સાથીદારો દ્વારા લોકોને ફસાવી મસમોટી રકમ પણ વસુલવામાં આવતી હોવાના કિસ્સાઓ સમાચાર અને સોશિયલ મીડિયામાં જોવા મળતા હોય છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

ત્યારે આવો જ એક કિસ્સો હાલ અમદાવાદમાંથી સામે આવ્યો છે, જ્યાં એક 61 વર્ષીય વૃદ્ધ હની ટ્રેપનો શિકાર બની ગયો હતો અને 13 લાખ રૂપિયાની પણ ખંડણી તેમની પાસેથી માંગવામાં આવી હતી. જેની ફરિયાદ વૃદ્ધ દ્વારા બાપુનગર પોલીસ મથકે નોંધાવવામાં આવી છે.

પ્રાપ્ત માહિત અનુસાર મૂળ અમરેલી અને હાલ બાપુનગરમાં રહેતા 61 વર્ષીય વૃદ્ધ જેઓને 4 વયસ્ક સંતાનો પણ છે અને તે પોતાની પત્ની સાથે જ રહે છે. તેમને થોડા દિવસ પહેલા જ એક ફોન આવ્યો હતો. જેમાં ફોન કરનાર વ્યક્તિ કોઈ યુવતી હતી અને તેને પોતે આશા નામ જણાવ્યું હતું અને નોકરીની જરૂરિયાત હોવાનું પણ જણાવ્યું હતું.

આ વૃદ્ધ દ્વારા તેને કઠવા જીઆઇડીસીમાં નોકરી હોવાનું જણાવતા યુવતીએ તે દૂર પડશે અને કૃષ્ણનગરમાં નોકરી હોય તો જણાવવા કહ્યું હતું. આ રીતે યુવતીએ વૃદ્ધ સાથે વાતચીત શરૂ કરી દીધી હતી. થોડા સમય બાદ યુવતીએ વૃદ્ધને વિજયપાર્ક મળવા માટે બોલાવ્યા હતા. પરંતુ તે ત્યાં જવાનું ભૂલી જઈને મંદિર જવા નીકળી ગયા હતા.

મંદિરે જતા રસ્તામાં જ વૃદ્ધને તે મહિલાનો ફોન આવ્યો અને તેમને કૃષ્ણનગર બસ સ્ટેન્ડ પાસે મળવા બોલાવ્યા. વૃદ્ધ પોતાનું બાઈક લઈને ત્યાં પહોંચ્યા અને ત્યાંથી તે મહિલાને બાઈક પાછળ બેસાડીને એક ઓળખીતાની ઓફિસે પણ લઇ ગયા. જ્યાં તે મહિલાનું નોકરી માટે કઈ નક્કી ના થવાના કારણે પરત કૃષ્ણનગર લઇ આવ્યા હતા. આ દરમિયાન મહિલાએ વૃદ્ધ પાસે 100 રૂપિયા માંગતા વૃદ્ધ દ્વારા આપવામાં પણ આવ્યા હતા.

આ મહિલાએ વૃદ્ધને ફરી ફોન કરી અને મળવા માટેનું કહ્યું, પરંતુ તે દિવસે તે સિવિલમાં તેના ભાભી સાથે છે તેમ જણાવી બીજા દિવસે સૈજપુરમાં મળવા માટેનું આયોજન કર્યું. ત્યાં મળતા જ મહિલાએ વૃદ્ધને વાત કરવા માટે વસ્ત્રાલ દાદાના મંદિરે જવાનું કહ્યું, ત્યારે વૃદ્ધે તેને ત્યાં જ વાત કરવાનું કહ્યું પરંતુ મહિલાએ પોતાના ઓળખીતા ઘણા હોવાનું કહ્યું જેથી વૃદ્ધ તેને વસ્ત્રાલ લઇ ગયો હતો.

ત્યાં મહિલાએ તેની આર્થિક પરિસ્થતિ ખરાબ છે તેમ જણાવતા વૃદ્ધે પટેલનો દીકરો શોધીને લગ્ન કરાવી આપવાનું પણ જણાવ્યું, પરંતુ મહિલાએ લગ્ન કરવાની ના પાડી અને પરમ દિવસે તેનો જન્મ દિવસ હોઈ વૃદ્ધ સાથે હોટલમાં જવાની વાત કરી.

ત્યારે વૃદ્ધ દ્વારા જણાવવામાં આવ્યું કે હોટલમાં આઈડી પૃફની જરૂર પડશે ત્યારે મહિલાએ જણાવ્યું કે તેની પાસે બધા જ પ્રુફ છે., જેથી બંને બાપુનગર દિનેશ ચેમ્બર મધુવન હોટલ ગેસ્ટ હાઉસમાં 600 રૂપિયા આપી અને રૂમ નં. 503માં ગયા હતા.

હોટલની રૂમમાં આ મહિલાએ વૃદ્ધ પાસે 3 હજાર રૂપિયાની માંગણી કરી હતી. જેથી વૃદ્ધે તેને 2 હજાર આપ્યા હતા. ત્યારબાદ મહિલાએ પોતાના બધા જ કપડાં ઉતારી નગ્ન થઇ ગઈ હતી અને વૃદ્ધના પણ કપડાં ઉતારી તેમને પોતાના બાહોપાશમાં જકડી લીધા હતા.

ત્યારબાદ વૃદ્ધને મહિલાએ પોતાના ઉપર સુઈ જવા માટે જણાવ્યું હતું. પરંતુ અચાનક જ તેને હાર્ટનું ઓપરેશન કરાવ્યું હોવાનું જણાવી કપડાં પહેરી લીધા હતા. એટલામાં જ કેટલાક લોકો રિસેપશન કાઉન્ટર ઉપર બોલાચાલી કરતા હતા. બાદમાં એક વ્યક્તિએ આવીને કહ્યું કે આશા તેમની બહેન છે.

ત્યરબાદ વૃદ્ધને ફસાવવાનું કાવતરું શરૂ થયું અને તેમની પાસે 13 લાખની માંગણી કરી. જો પૈસા નહિ આપે તો તેને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવી. રાજેશ નામના એક વ્યક્તિએ આ મામલો 10 લાખમાં પતાવી દેવાની પણ વાત જણાવી.

તો આ દરમિયાન બાપુનગર પોલીસના કેટલાક માણસો ત્યાં આવ્યા અને વૃદ્ધ સામે બળાત્કારની ફરિયાદ હોવાનું પણ જણાવ્યું હતું, પરંતુ ફરિયાદ કરનાર અમિષા હતી અને તે જ આશા બની આ વૃદ્ધને ફસાવી રહી હોવાનું સામે આવતાં વૃદ્ધે પોલીસને રજૂઆત કરતાં હનીટ્રેપનો કિસ્સો સામે આવતાં બાપુનગર પોલીસે અમિષા કુશવાહ, વિકાસ ગોહિલ, રાજેશ વાઢેર, અલ્પા અને આરતી નામની મહિલા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.