ખબર

કોરોનાના મૃત્યુદરમાં ગુજરાતનું અમદાવાદ શહેર છે આખા દેશમાં સૌથી આગળ, જાણો વધુ

આખા દેશમાં કોરોના વાયરસના કેસ વધતા જાય છે પણ સારી વાત એ છે કે વિશ્વના અન્ય દેશોની સરખામણીએ આપણા દેશમાં મૃત્યુદર ઓછો છે. પરંતુ સૌથી ચિંતાજનક વાત એ છે કે આપણા દેશમાં સૌથી વધુ મૃત્યુદર અમદાવાદનો છે. કોરોનાના દર 100 દર્દીએ મોતને ભેટતા દર્દીઓની સંખ્યા પણ અમદાવાદમાં જ સૌથી વધુ છે.

Image Source

દર 10 લાખની વસ્તીએ અમદાવાદમાં કોરોનાથી 115 લોકોના મોત થયા છે. જયારે મુંબઈ આ આંકડો 80 છે. બેંગલોર જેવા શહેરમાં દર દસ લાખે કોરોનાથી મોતને ભેટેલા લોકોની સંખ્યા માત્ર 1 છે. કોરોનાના દર 100 દર્દીઓએ થતાં મોતના પ્રમાણની વાત કરીએ તો ચેન્નઈમાં આ પ્રમાણ માત્ર 0.9 ટકા છે. જયારે કે અમદાવાદમાં આ પ્રમાણ 6.0 ટકા છે.

Image Source

આ આંકડાઓ દર્શાવે છે કે કોરોનાની સ્થિતિને પહોંચી વળવામાં અમદાવાદનનું વહીવટી તંત્ર નિષ્ફળ ગયું છે; અમદાવાદમાં ટેસ્ટ પણ ઓછા થઇ રહયા છે અને દર્દીઓને યોગ્ય સારવાર પણ નથી મળી રહી. દેશમાં સૌથી વધુ મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં મુંબઈમાં બાદ અમદાવાદ બીજા નંબરે આવે છે અને દિલ્હી ત્રીજા નંબરે આવે છે. મુંબઈમાં 1,698 લોકો મૃત્યુ પામ્યા છે જયારે અમદાવાદમાં 953 અને દિલ્હીમાં 650 લોકોના મોત થયા છે.

Image Source

દેશમાં 50 લાખથી વધુ વસ્તી ધરાવતા 9 શહેરોમાં કોરોનાના 1.3 લાખ કેસો છે, જેમાંથી 4,299 દર્દીઓના અત્યારસુધી મોત થઈ ચૂક્યા છે. આ શહેરોમાં તેની આસપાસના નાના-મોટા શહેરી વિસ્તારોનો પણ સમાવેશ કરાયો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.