અમદાવાદમાં લજવાયા ગુરુ-શિષ્યના સંબંધો ! આચાર્યને વિદ્યાર્થીનીના પગે પડાવ્યા

ગુજરાતમાંથી ઘણીવાર અનેક સંબંધો લજવાયાના કિસ્સા સામે આવતા રહે છે, જેમાં જીજા-સાળી, દિયર-ભાભી, સસરા-પુત્રવધુ અને સાસુ-જમાઇ સહિત ગુરુ-શિષ્યના સંબંધો પણ સામેલ છે. ત્યારે વડોદરા બાદ હાલ અમદાવાદમાંથી ગુરુ-શિષ્યના સંબંધોને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. સાલ કોલેજમાં ABVPના વિદ્યાર્થી નેતાઓની ખુલ્લેઆમ દાદાગીરી સામે આવી છે.  તેઓએ કોલેજના આચાર્યને વિદ્યાર્થીનીના પગે પડાવ્યા અને માફી પણ મંગાવી.

GLS કોલેજ પછી હવે સાલ કોલેજના ABVP નેતા વિવાદમાં સપડાયા છે. એબીવીપીના અક્ષત જયસ્વાલની દાદાગીરીથી આચાર્ય તો પરેશાન છે જ પરંતુ વિદ્યાર્થીઓ પણ પરેશાન થઇ રહ્યા છે. આ ઘટના બાદ અક્ષતે સોશિયલ મીડિયા પર વીડિયો પણ વાયરલ કર્યા. આચાર્યએ ABVP આગેવાનોને વારંવાર વિનંતી કરી હતી તેમ છત્તાં તેઓ ના માન્યા અને વિદ્યાર્થીઓના પગે પડાવી માફી પણ મંગાવી.

એવું કહેવામાં આવી રહ્યુ છે કે, હાજરીને લઇને વિવાદ સર્જાયો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ ઘણા સવાલો ઉઠી રહ્યા છે. એક અધ્યાપક વિરૂદ્ધ સાલ કોલેજ ખાતે અમુક વિદ્યાર્થીઓ રજૂઆત માટે ગયા હતા ત્યારે ABVP નેતાઓ પણ તેમની સાથે હતા અને આ દરમિયાન હલ્લો કર્યો હતો. આ દરમિયાન પ્રિન્સિપાલને વિદ્યાર્થીનીના પગે પડાવ્યા હતા. ત્યારે હવે આ ઘટના પછી એ જોવાનું રહેશે કે આ મામલે કેવા પગલા લેવામાં આવે છે અને કોલેજ તરફથી શું કાર્યવાહી કરવામાં આવે છે.

Shah Jina