38 વર્ષના આ ભાઈનું માંડ માંડ ઠેકાણું પડ્યું ત્યાં દુલ્હન કરી ગઈ મોટો કાંડ, 7 દિવસમાં જ દૂધ જેવી રૂપાળી દુલ્હન બધું લઈ અદૃશ્ય થઈ ગઈ
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માણસાનો 38 વર્ષિય યુવક લગ્ન માટે પાર્ટનરની શોધમાં હતો ત્યારે પિતાના એક જાણિતા વ્યક્તિએ એક મહિલા સાથે સંપર્ક કરાવ્યો અને તે બાદ તે મહિલાએ સોનલ નામની યુવતિ સાથે આ યુવકના લગ્ન કરાવી આપ્યા અને તે બાદ તે યુવતિ આણુ ફેરવવાનું કહી ફરાર થઇ ગઇ હતી.

ઘટનાની વિગત અનુસાર, ગાંધીનગરના માણસા પાસે રહેતા 38 વર્ષિય અલ્પેશભાઇ સોનીની દુકાનમાં કામ કરે છે અને માતાના મોત બાદ તે અને તેમના પિતા એકલા ઘરે રહેતા. અલ્પેશ ભાઇ તેમના લગ્ન માટે પાર્ટનરની શોધમાં હતા ત્યારે જ પિતાને એક મહિલાનો નંબર મળ્યો અને મહિલાએ સોનલ નામની યુવતિની વાત કરી, તે બાદ આ યુવતિને મળવા અમદાવાદ આવ્યા હતા.

સોનલ અને તેના પરિવારને ઘર જોવા માટે પણ બોલાવવામાં આવ્યા હતા અને તે બાદ તેમના લગ્ન નક્કી થયા અને અમદાવાદના ગોમતીપુર નજીક તેમના લગ્ન થયા હતા, જે વકીલની ઓફિસ પાસે કરાવવામાં આવ્યા હતા. લગ્ન સમયે સોનલના સગાએ અલ્પેશ પાસેથી 3 લાખ રૂપિયા લીધા હતા અને સોનલ અને તેમના લગ્ન બાદ તેઓ માણસા ગયા.

લગ્નના એક સપ્તાહ બાદ સોનલની માસી નિવેધનું બહાનુ બનાવી તેને સાથે લઇ ગઇ અને તે પાછી આવતી ન હતી અને વાયદા કરતી હતી, તેથી અલ્પેશભાઇ તેનાા અમદાવાદના ઘરે આવ્યા હતા અને ત્યાં તાળુ જોયુ તે બાદ થોડા દિવસ પછી અલ્પેશભાઇના ઘરે આવ્યા અને કહ્યુ કે, મારી સાથે સોનલના લગ્ન થયા છે તે બાદ આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો. ગોમતીપુર પોલિસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. ગોમતીપુર પોલિસે સોનલ, લલીતા, મહેશ પંચાલ, દશરથલાલ લક્ષ્મી એડવોકેટ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.