રાત્રે અમદાવાદના હાઈ ફાઈ વિસ્તારમાં યુવતીએ ચાલુ બાઈકમાં બે હાથ અદ્ધર કર્યાં, એવા એવા સીનસપાટા કર્યા કે જોતા ચોંકી જશો

આજકાલ તો યુવક અને યુવતિઓ વચ્ચે સોશિયલ મીડિયામાં ફેમસ થવાનું ચલણ ઘણુ વધ્યુ છે. કેટલાક ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવી તો કેટલાક પોતાના સિંગિંગ કે ડાન્સિંગના ટેલેન્ટને લોકોને બતાવી ફેમસ થતા હોય છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી બાઇક પર કે કોઇ વાહન પર યુવક-યુવતિઓના સ્ટંટના વીડિયો વાયરલ થતા રહે છે. જે બાદ તેઓ વિરૂદ્ધ પોલિસ કાર્યવાહી પણ કરતી હોય છે. હાલમાં અમદાવાદમાંથી બે યુવતિઓનો વીડિયો સામે આવ્યો છે. સિંધુભવન રોડ પર ખુલ્લા હાથે બાઈક ચલાવતી યુવતીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

આ વીડિયો વાયરલ થયાના લગભગ ત્રણેક મહિના બાદ પોલીસ સમક્ષ આવ્યો હતો અને હાલ પોલિસે આ યુવતી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અ’વાદના સિંધુભવન રોડ પર અવારનવાર ઓવરસ્પીડ તથા સ્ટંટ કરતા યુવક-યુવતિઓના કિસ્સા સામે આવે છે. યુવાનો અને યુવતીઓ સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે અલગ અલગ રીતો અપનાવતા હોય છે. હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તેમાં એક યુવતી સિંધુભવન રોડ પર યામાહા કંપનીની સ્પોર્ટ્સ બાઈક ચલાવી રહી છે અને તેની પાછળ એક બીજી યુવતિ પણ બેછી છે.

તે થોડીવાર ઊભા થઇને તો થોડીવાર ખુલ્લા હાથે ડ્રાઈવ કરતી નજરે પડી રહી છે. જો આ દરમિયાન યુવતિથી જરા પણ ચૂક થતી તો તેનો જીવ જઇ શકતો હતો અથવા તેને ગંભીર ઇજા પણ થઇ શકતી હતી. આ સ્ટંટને કારણે આસપાસના અન્ય વાહનચાલકોનો પણ અકસ્માત સર્જાઇ શકતો હતો. વીડિયો વાયરલ થયાના લગભગ ત્રણેક મહિના બાદ પોલીસના ધ્યાને આવતા આવતાં ટ્રાફિક એમ ડિવિઝન પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી. હાલ તો બાઇકની નંબર પ્લેટ પરથી બાઇક નીલકંઠ પટેલ નામની વ્યક્તિનું હોવાનું સામે આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

પોલીસે નીલકંઠની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે તે બાઇક કેશવી નામની યુવતી ચલાવી રહી હતી. જેથી પોલીસે કેશવી પાડલિયા નામની યુવતી સામે ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં રાતે 10 વાગ્યા બાદ એસજી હાઈવે, રિંગરોડ, સિંધુભવન રોડ પર જાણે રેસ લાગતી હોય તેવા ધુમાડા કરીને ગાડીઓ હંકારવામાં આવતી હોય છે. મોડીફાઈ સાઈલેન્સર લગાવવા પર પ્રતિબંધ હોવા છતા આ રોડ પર રાતે મોટા અવાજે ગાડીઓનો કાફલો પસાર થતો હોય છે.

Shah Jina