અમદાવાદમાં દીકરી જીદે ભરાઈ, પ્રેમી જે કોલેજમાં ભણે છે ત્યાં જ એડમિશન લેવાની જીદ્દ અને તેની સાથે લગ્ન નહિ કરાવો તો આપઘાત કરવાની આપી ધમકી

આજે જમાનો ખુબ બદલાઈ ગયો છે, ઘણા એવા કિસ્સાઓ પણ સામે આવતા રહે જેમાં જોવા મળે છે કે બાળકો પોતાના માતા-પિતાના કહ્યામાં પણ હોતા નથી, ત્યારે હાલ અમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક દીકરી તેના માતા પિતા સાથે પ્રેમી સાથે લગ્ન કરવા અને તે જે કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છે ત્યાં જ એડમિનશ અપાવવા જીદે ભરાઈ છે અને આમ ના કરવા ઉપર તે આપઘાતની ધમકી પણ આપી રહી છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં 181 મહિલા હેલ્પલાઇનની ટીમને કોલ આવ્યો હતો કે અમારી 18 વર્ષની દીકરી જીદે ભરાઈ છે અને કહ્યું સાંભળી નથી રહી, જેના બાદ મહિલા હેલ્પલાઇનની ટીમ તેમના ઘરે પહોંચી હતી અને યુવતીનું કાઉંસીલેશન કર્યું હતું. દીકરીના પરિવારે જણાવ્યું હતું કે તેમને દિવાળીમાં ફરવા જવાનો પ્લાન બનાવ્યો હતો પરંતુ હવે દીકરી ના પાડી રહી છે.

હેલ્પલાઇનની ટીમે દીકરીને પૂછતાં તેણે જણાવ્યું હતું કે મારે ધો. 12માં 90 ટકા આવ્યા છે અને મારે મનગમતી કોલેજમાં એડમિશન લેવું છે, જેથી તેમનાં માતા-પિતાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે તેમની દીકરીને છેલ્લાં 3 વર્ષથી યુવક સાથે પ્રેમસંબંધ છે. તેના પ્રેમીએ જે કોલેજમાં એડમિશન લીધું છે એ જ કોલેજમાં એડમિશન લેવા કહે છે. બીજી કોલેજમાં એડમિશન માટે ના પાડે છે અને જો તેની જ કોલેજમાં એડમિશન ના અપાવે તો તેના પ્રેમી સાથે લગ્ન કરાવવાની જીદ કરે છે.

દીકરીના પ્રેમીની ઉંમર 18 વર્ષની છે. પ્રેમીની ઉંમર પુખ્ત વયની નહીં હોવાથી લગ્ન કરાવી શકાય નહીં અને સાથે અભ્યાસ પણ ન કરી શકે, માટે એક જ કોલેજમાં એડમિશનની ના પાડી હતી. જો તેની બંને પ્રકારની જીદ નહીં પૂરી કરીએ તો આપઘાત કરવાની ધમકી આપે છે, જેથી મહિલા હેલ્પલાઇન અભયમની ટીમે યુવતીનું કાઉન્સેલિંગ કરી સમજાવી હતી કે હિન્દુ મેરેજ એકટ મુજબ યુવકની લગ્ન કરવાની ઉંમર ઓછી છે, જેથી લગ્ન કરી શકે નહીં. તેઓ હાલમાં અભ્યાસમાં ધ્યાન આપે એ જરૂરી છે, જેથી યુવતીએ પણ પોતાની રીતે હવે અભ્યાસમાં ધ્યાન આપવાની બાંયધરી આપી હતી.

હેલ્પલાઈનની ટીમે દીકરીનું કાઉન્સેલિંગ કરીને મામલો થાળે પાડવા પ્રયત્ન કર્યો હતો. દીકરીને મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ વિશે ખ્યાલ આપ્યો હતો તેમજ તેની ઉંમર હાલમાં ભણવા માટેની છે એમ પણ સમજાવ્યું હતું.

Niraj Patel