અમદાવાદમાં એકલી રહેતી યુવતીએ ઝેર ગટગટાવ્યું, સુસાઇડ નોટમાં લખ્યું… “હું આપઘાત કરવા જાવ છું….. આ ત્રણ લોકો મને…..”

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી આપઘાતના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે, એમાં ઘણા ઓછી ઉંમરના લોકો પણ કોઈને કોઈ વાતે લાગી આવતા આપઘાત કરી લેતા હોય છે, તો ઘણા લોકો અંગત કારણોના લીધે તો ઘણા લોકો કોઈની હેરાનગતિના કારણે પોતાનું જીવન ટૂંકાવવાનો નિર્ણય કરે છે, હાલ એવી જ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે, જ્યાં એકલી રહેતી એક યુવતીએ ઝેર ગટગટાવીને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના ચાંદલોડિયમાં રહેતી યુવતીએ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, યુવતીએ આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી જેમાં ત્રણ લોકોના ત્રાસના કારણે તે જીવન ટૂંકાવી રહી હોવાનું જણાવ્યું હતું, જો કે યુવતીને સમયસર સારવાર મળી જતા તેનો જીવ બચી ગયો હતો. ત્યારે હવે આ મામલામાં રાણીપ પોલીસે યુવતીનું નિવેદન લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ યુવતીએ આપઘાત કરતા પહેલા લખેલી સુસાઇડ નોટમાં જણાવ્યું હતું કે “હું … આત્મહત્યા કરવા જવ છું. મારી આત્મહત્યામાં આ ત્રણ લોકો જવાબદાર છે. 1-સંજય પંચાલ (હરેકૃષ્ણ સોસાયટી, ચાંદલોડિયા, વિજયભાઈ પંચાલ, અંબિકાનગર સોસાયટી, વાઘેશ્વરી, રમેશભાઈ પંચાલ (ભુવાજી) શિલ્પન સોસાયટી ચાંદલોડિયા) આ ત્રણ લોકો મને ખૂબ જ હેરાન પરેશાન કરે છે. અને મારી નાંખવાની ધમકીઓ આપે છે. ગાળો મને બોલે ને ખરાબમાં ખરાબ મારે ઘરની બહાર જવું જોખમ બની ગયું છે.”

યુવતીએ સુસાઇડ નોટમાં એમ પણ જણાવ્યું હતું કે, “આ લોકોથી હું ખુબ જ કંટાળી ગઈ છું એટલે હું આ પગલું ભરું છું. આ લોકો વિરુદ્ધ મેં આગળ અરજી કરેલી છે. જેની તારીખ 16-9-2021 રોજ આ અરજીની કોઈ કાર્યવાહી કરી નથી.એટલે હું ખુબ કંટાળીને મજબૂરીમાં આપઘાત કરું છું. ભાડાના મકાનમાં.” પોલીસે આ ઘટનામાં ગુન્હો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Niraj Patel