અમદાવાદ: હે ભગવાન ! થલતેજ ટાઇટેનિયમ બિલ્ડીંગમાં મોટી દુર્ઘટના, આગ લગતા ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળ પર

અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી ટાઇટેનિયમ બિલ્ડીંગમાં મોટી દુર્ઘટના થવાથી ટળી હતી. બિલ્ડિંગના દસમા માળે અચાનક જ જોરદાર આગ ફાટી નીકળી હતી, જેના કારણે ભાગ-દોડ મચી ગઇ હતી.

જો કે રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. મળતી માહિતી મુજબ, સવારે 4:30ની આજુ-બાજુ બિલ્ડિંગના દસમા માળેથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર ફાયટરોએ ઝડપથી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આગ લાગવાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર તંત્ર સહિત પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમતે આગ બુઝાવી હતી. ફાયરબ્રિગેડના અધિકારીઓના જણાવ્યા અનુસાર આગનું કારણ શોર્ટ સર્કિટ હોઈ શકે છે. જો કે તેની તપાસ હજુ ચાલુ છે. ફાયર ફાઈટરોએ બિલ્ડીંગની અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

તેમની સજ્જતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.આ ઘટનામાં કોઈ જાનહાનિ કે જાન-માલના નુકસાનની માહિતી નથી. ફાયર બ્રિગેડની ટીમે સમયસર આગ પર કાબુ મેળવ્યો હતો.આ ઘટનાએ વધુ એક વખત બહુમાળી ઈમારતોમાં ફાયર સેફ્ટીને લઈને સવાલો ઉભા કર્યા છે.

સ્થાનિક રહેવાસીઓએ વહીવટીતંત્રને બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીની વધુ સારી વ્યવસ્થા કરવા માંગ કરી છે.પ્રશાસને ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે આવી ઘટનાઓથી  બચવા માટે જરૂરી પગલાં લેવામાં આવે.

Devarsh