સુખી સમૃદ્ધ અમેરિકાથી આવેલા દાદા-દાદીએ ચપ્પુથી હાથ અને ગળું કાપ્યું, ભત્રીજાને અંતિમ મેસેજ કરતા કહી આ વાત….

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના અનેક કિસ્સાઓ સામે આવે છે. કેટલીકવાર તો આખો પરિવાર પણ કોઇ કારણોસર આત્મહત્યા જેવું પગલુ ભરતો હોય છે. ઘણીવાર આત્મહત્યા પ્રેમ સંબંધ, ઘરકંકાસ અથવા તો આર્થિક તંગી પણ કારણ હોય છે. ઘણીવાર કોઇ નાના બાળકો કે વિદ્યાર્થીઓ પણ ભણવાના તણાવમાં કે પછી કોઇની વાતનું ખોટુ લાગી આવતા આપઘાત જેવું પગલુ ભરતા હોય છે. હાલમાં અમદાવાદમાંથી આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મકરબા અંડરપાસ પાસે આવેલ ઓર્ચિડ એક્ઝોટિકા એપાર્ટમેન્ટમાં રહેતાં એક વૃદ્ધ દંપતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

તેમણે પોતાના હાથ અને ગળાના ભાગે ચપ્પુ વડે ગંભીર ઇજા પહોંચાડી અને આ ઘટનામાં 69 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે 73 વર્ષિય પુરુષને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તેમની હાલત ઘણી નાજુક જણાવવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ સરખેજ પોલીસ હાલ આપઘાતનું કારણ શું છે તે તપાસવામાં લાગેલી છે. આ ઉપરાંત ઘટનાસ્થળે પહોચેલ એફએસએલ અને અન્ય એક્સપર્ટ પાસેથી પણ અભિપ્રાય મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના કોર્પોરેટ રોડ નજીક મકરબા અંડરપાસ પાસે આવેલ ઓર્ચિડ એક્ઝોટિકા નામના બિલ્ડિંગમાં આજે વહેલી સવારે એક વૃદ્ધ દંપતીએ આત્મહત્યા કરી હોવાની જાણ પોલિસને થઇ હતી,

તે બાદ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એપાર્ટમેન્ટના બી બ્લોકના સાતમા માળે રહેતાં કિરણભાઈ અને તેમનાં પત્ની ઉષાબેન લોહીલુહાણ હાલતમાં પડ્યાં હતાં. જે બાદ પોલીસે તાત્કાલિક એમ્બ્યુલન્સને જાણ કરી. જો કે, તપાસ કરતા ઉષાબેનનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યુ અને તેમના પતિ કિરણભાઈ ગંભીર રીતે ઘાયલ હોવાથી તેમને એસજી હાઇવેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હાલ તો તેમની તબિયત નાજુક છે. ઘટના અંગે સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટરે દિવ્ય ભાસ્કર મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે વૃદ્ધ દંપતીએ પોતાના ગળા અને હાથના ભાગે ચપ્પા વડે ઇજા પહોંચાડી હતી અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

જેમાં વૃદ્ધ મહિલાનું મોત નિપજ્યુ જ્યારે તેમના પતિ હાલ સારવાર હેઠળ છે. એવું પણ સામે આવ્યુ છે કે, આપઘાત પહેલા બંનેએ પોતાના ભત્રીજાને એક મેસેજ કર્યો હતો કે તેઓ સુસાઇડ કરવા જઇ રહ્યા છે. હાલ તો આત્મહત્યા પાછળનું કારણ અકબંધ છે. રીપોર્ટ અનુસાર, વૃદ્ધ દંપતી થોડા સમય પહેલા જ અમેરિકાથી અમદાવાદના પ્રહલાદનગર રહેવા આવ્યાં હતાં અને ચાર મહિનાથી ઓર્ચિડ એક્ઝોટિકામાં રહેતાં હતાં. હાલ તો તેમના પરિવારમાં કોણ કોણ છે ? એ હજી જાણી શકાયું નથી.

Shah Jina