નોનવેજ ખાનારા માટે ખરાબ સમાચાર: હવે અમદાવાદમાં આટલી બધી જગ્યાએથી ઈંડા અને નોનવેજની લારીઓ હટાવાશે

અમદાવાદ શહેરમાં હવે નોનવેજની લારીઓ હટાવવા આદેશ આપવામાં આવ્યો છે. આની પહેલા પણ જૂનાગઢ, વડોદરા, ભાવનગર, રાજકોટ મહાનગર પાલિકાએ પણ આ નિર્ણય લીધો હતો. આથી હવે કુલ પાંચ શહેરમાં ધાર્મિક સ્થળો અને મુખ્ય માર્ગો પરથી લારીઓ હટાવવા આદેશ આપવામાં આવ્યો છે. તેમાં અમદાવાદમાં સ્કૂલ, કોલેજ, કોમ્યુનિટી હોલ પાસેથી લારી હટાવવા આદેશ આપવામાં આવ્યો છે. જેમાં આવતીકાલથી કડક અમલ કરાશે.

ટાઉન પ્લાનિંગ કમિટિના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે અમદાવાદના મુખ્ય રોડ્સ પર જે નોનવેજ કે ઇંડાની લારીઓ ઉભી રહે છે તેને દૂર કરવાના આદેશ આપી દેવાયા છે. આની પહેલા પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ થઈ ચૂક્યો છે અને ગુજરાત હાઈકોર્ટની પણ ગાઈડલાઇન છે કે સ્કૂલ, કોલેજો, ધાર્મિક સ્થાનો, લગ્ન હોલ, કોર્પોરેશન હોલ, ગાર્ડન સહિતની જગ્યાઓના 100 મીટરમાં આવી લારીઓ ઉભી રાખી શકાય નહીં. શહેરના દરેક વિસ્તારમાં અને સાતેય ઝોનમાં આ કાર્યવાહી કરવામાં આવશે.

દેવાંગ દાણીએ વધુમાં કહ્યું હતું કે AMC દ્વારા એક મહિના પહેલા જ સિટીના રિલિજિયસ પ્લેસની આજુબાજુ ઉભી રહેતી નોનવેજ ઈંડા ની લારીઓ દૂર કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. જાહેરમાં લાયસન્સ વગર ઈંડા કે નોનવેજ વેચનાર લારીઓને જપ્ત કરી લેવામાં આવશે તથા એના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. જાહેરમાં નોનવેજ લાયસન્સ વગર વેચી ન શકાય જેથી તેઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

શહેરમાં અનેક વિસ્તારોમાં પશુ , મરઘીનું કતલ કરી ગેરકાયદે વેચાણ થાય છે, ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ના નિયમોનું શહેરમા પાલન ન થતું હોવાના આક્ષેપ જૈનિક વકીલે કર્યા હતા.પબ્લિક પ્લેસ પર ઈંડા કે નોનવેજનું વેચવાનું પ્રજા માટે ઉપદ્રવકારક હોવાથી કોઈ પણ સંજોગોમાં ઈંડા અને નોનવેજ લારીઓને જાહેર માર્ગો પરથી વહેલી તકે દૂર કરવાની માંગ કરી કરી અને જો એ ન થાય તો જીપી એમ સી એક્ટ મુજબ કડક કાર્યવાહી કરવા રેવન્યુ કમિટી ચેરમેન એ પત્ર લખ્યો હતો. પછી કમિટીએ નક્કી કર્યું કે અમદાવાદમાં ઈંડા-નોનવેજની લારીઓ રસ્તા પરથી દૂર કરવાનો નિર્ણય લઈ લીધો છે.

YC