ખબર

બ્રેકીંગ ન્યુઝ: અમદાવદમાં આજે રાતથી સંપૂર્ણ લોકડાઉન, જલ્દી વાંચો શું શું મળશે?

ગુજરાતનું વુહાન બની રહેલું અમદાવાદમાં દરરોજ કોરોનના કેસમાં વધારો થતો જાય છે. સરેરાશ દરરોજના 300 કેસ તો અમદાવાદના જ હોય છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 4425 કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં મૃત્યુ આંક 273 થયો છે. એ 84 દર્દીઓએ કોરોનને મ્હાત આપી છે. અમદાવાદમાં કોરોના બેકાબુ થયો છે. અમદાવાદ માટે નિર્ણય લેવામાં આવ્યો છે.

Image source

અમદાવાદના નવા મ્યુ. કમિશનર મુકેશ કુમારે એક મહત્વનો નિર્ણય લીધો છે. વિજય નેહરાની જગ્યાએ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી સંભાળી રહેલા મુકેશ કુમારે આવતીકાલથી અમદાવાદમાં માત્ર દૂધ અને દવાની દુકાનો જ ખુલી રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે રેડ ઝોનમાં તમામ બેન્ક બંધ રહેશે. આદેશનો ભંગ કરનારને કલમ 188 અને 270 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ 1897 પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.

Image source

આજે રાતે 12 વાગ્યાથી નવા નિયમો અમલી બનશે. આ સાથે પ્રાઈવેટ હોસ્પિટલ્સને ખુલ્લી રાખવાનું કહેવામાં આવ્યું છે. જો આમ ન થયું તો તેમનું લાયસન્સ પણ રદ્દ કરવાનો પણ નિર્ણય લેવાયો છે.

અમદાવાદમાં સુપરસ્પ્રેડર શાકભાજી વેચનાર અને કરિયાણા તેમજ અન્ય દુકાનોને કારણે કોરોનાનો ફેલાવો વધ્યો હતો જેને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Image source

કોરોનાની અમદાવાદમાં બેકાબુ પરિસ્થિતિને કાબુમાં લેવા સરકારે ડો. રાજીવ ગુપ્તાને જવાબદારી સોંપી છે.

Image source

કેન્દ્ર સરકાર તરફથી પેરા મિલેટ્રીની વધુ સાત કંપની ફાળવવામાં આવી છે. જેમાંથી 6 BSF અને એક CISF નો સમાવેશ થાય છે. જે પૈકી 4 BSF કંપની કન્ટેન્ટમેન્ટ એરિયાની સુરક્ષા માટે ફાળવવામાં આવે છે. એક કંપની RAF પણ તૈનાત કરવામાં આવશે. આમ અગાઉ ફાળવવામાં આવેલી પેરા મિલેટ્રીની ત્રણ કંપનીઓ અને હાલમાં ફાળવવામાં આવેલી પાંચ કંપનીઓ થઇને કુલ 8 કંપની અમદાવાદ શહેરના કન્ટેન્મેન્ટ એરિયા આસપાસ અભેદ કિલ્લા સાથેની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.