અમદાવાદના શાહ બંટી બબલીએ લગાવ્યો કરોડોનો ચૂનો, લોકોને ઉલ્લુ બનાવી કરોડો પડાવી થયા રફુચક્કર, જાણો સમગ્ર મામલો

અમદાવાદમાં શાહ કપલે કર્યો મોટો કાંડ, કરોડો રૂપિયા લઈને ભાગી ગયા…આખો પ્લાન સાંભળીને મગજ ટલ્લે ચડી જશે

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ઠગ લોકો વધી ગયા છે અને લોકોને પોતાની જાળમાં ફસાવી તેમની પાસેથી લાખો કરોડો રૂપિયા પણ હેઠવીને પલાયન થઇ જતા હોય છે. હાલ એવો જ એક મામલો સામે આવ્યો છે, જેમાં એક દંપતીએ બંગલો વેચવાના બહાને કરોડો રૂપિયાની છેતરપીંડી કરી અને ફરાર થઇ ગયા.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના ગ્રામ્યના બોપલ પોલીસ સ્ટેશનમાં એક ઠગ દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. તેમની ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમને ભેગા મળીને કરોડો રૂપિયાની કિંમતનો બંગલો વેચવાના નામ ઉપર બે લોકો પાસેથી કરોડો રૂપિયા લઈને ફરાર થઇ ગયા છે. ચોંકાવનારી બાબત તો એ છે કે આ બંને વિરુદ્ધ એક જ દિવસમાં ફરિયાદ નોંધાઈ હતી જેના બાદ આ દંપતીને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદના આ બંટી બબલીનું નામ ચિંતન શાહ અને હિરવા શાહ છે. પાટણમાં રહેતા દેવચંદ પટેલના કેનેડામાં રહેતા ભાઈને અમદાવાદ બંગલો લેવાનો હોવાના કારણે તેમને ચિંતન શાહ અને હિરવા શાહનો બંગલો પસંદ કરી નવ કરોડમાં ખરીદવાનું નક્કી કર્યું હતું, જેના માટે નોટરાઇઝ બાનાખત કરવા 2.23 કરોડ રૂપિયા દેવચંદ પટેલે આપ્યા હતા. પરંતુ થોડા દિવસ બાદ ચિંતન અને હિરવાનો ફોન સ્વીચ ઓફ આવ્યો અને તપાસ  પડ્યું કે તે પોતાની ગાડીઓ વેચીને ફરાર થઇ ગયા છે અને બંગલાની પાવર ઓફ એટર્ની તેમની માતાના નામે કરી દીધી છે.

આ ઉપરાંત તેમને પોતાના પાડોશીને પણ ચૂનો લગાડ્યો હતો, આ ઠગ દંપતીએ વેજલપુરમાં આવેલા આશા કિરણ એપાર્ટમેન્ટમાં તેમના ફ્લેટની બાજુમાં રહેતા ઈશ્વર દેસાઈને બોપલમાં સફલ ગાલા રીયલ્ટીમાં આવેલો ફ્લેટ 60 લાખમાં વેચવાનું કહીને ટુકડે ટુકડે 30 લાખ પડાવ્યા હતા. જયારે ફરિયાદી દસ્તાવેજ કરવાનું કહેતા ત્યારે ચિંતન બહાના બતાવતો હતો. તેના બાદ નવેમ્બરમાં દસ્તાવેજ કરી આપવાનું કહીને તે ફરાર થઇ ગયા હતા. આ બંને લોકો સાથે છેતરપીંડી બાદ તેમને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Niraj Patel