ખબર

રાજયમાં કોરોનાના કેસનો કુલ આંક થયો 5 લાખને પાર, અમદાવાદમાં સતત 5મા દિવસો નોંધાયા 5 હજારથી વધુ કેસ, સરકાર લોકડાઉન કરશે ?

રાજ્યમાં કોરોના વાયસના કેસ બેકાબૂ બની રહ્યા છે. ગઇકાલે છેલ્લા 24 કલાકમાં વિક્રમજનક 14,340 નવા કેસ નોંધાયા જ્યારે કુલ 7727 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં સતત વધી રહેલા કેસના કારણે અમદાવાદ અને સુરતની હાલત ખરાબ થઈ રહી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

અમદાવાદમાં ગઇકાલે છેલ્લા 24 કલાકમાં 5979 કેસ નોંધાયા હતા અને અને 1,827 દર્દી સાજા થયા છે. જ્યારે શહેરમાં 26 અને જિલ્લામાં એકના મોત સાથે મૃત્યુઆંક 2,818 થયો છે.બીજી બાજુ અમદાવાદમાં મોટા પ્રમાણમાં SRP જવાનો ઉતારવામાં આવ્યા છે, જેમને જુદી જુદી મ્યુનિસિપલ સ્કૂલોમાં રાખવામાં આવશે. હાલના સમયમાં સરકારનું આ પગલું લોકડાઉન આપવા તરફ ઇશારો કરે છે.

25 એપ્રિલની સાંજથી 26 એપ્રિલની સાંજ સુધીમાં શહેરમાં 5619 અને જિલ્લામાં 60 નવા કેસ નોંધાયા છે તેમજ શહેરમાં 1760 અને જિલ્લામાં 67 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ શહેરમાં 27ના અને જિલ્લામાં બે દર્દીનાં મોત થયાં છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 143,984 થયો છે, જ્યારે 88,786 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે મૃત્યુઆંક 2,818 થયો છે.

રાજ્યમાં છેલ્લા 86 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 5 લાખ 10 હજાર 373ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 6,486 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 3 લાખ 82 હજાર 426 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1,21,461 એક્ટિવ કેસ છે, જેમાંથી 412 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1,21,049 દર્દીની હાલત સ્થિર છે.

વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 94,35,424 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 20,19,205 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,14,54,629 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.