બ્રેકીંગ ન્યુઝ: અમદાવાદમાં વધુ એક કોંગ્રેસી નેતાનું કોવીડ 19થી મોત, વાંચો અહેવાલ

0

કોવીડ 19 અમદાવાદમાં હવે બેકાબુ થયો છે, ગઈકાલે 280 નવા કેસ નોંધાયા છે. રાજ્ય સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતેથી અંદાજે 100થી વધુ દર્દીઓને રજા આપવામાં આવી છે. થોડા રાહતના સમાચાર છે કે અમદાવાદમાં વધુ લોકો રિકવર થઈ રહ્યાં છે, ત્યારે આજે 2 દુખદ સમાચાર સામે આવ્યા છે. આજે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનાં પૂર્વ સભ્ય અને કોંગ્રેસનાં યુવા આગેવાન એવા હબીબ મેવનુ કોરોનાનાં કારણે સિવિલમાં મૃત્યુ થયું છે અને સાથે જ ખોખરા વોર્ડના આસિસ્ટન્ટ સિટી ઇજનેરનું પણ કોરોના કારણે મોત થયું છે.

આમની પહેલા કોંગ્રેસના નેતા બદરૂદ્દીન શેખનું પણ કોરોનાથી મોત થયું હતુ અને ઈમરાન ખેડાવાલા ખુદ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા.

આજની નવી અપડેટ
રાષ્ટ્રીય કક્ષાએ કોરોના દર્દીઓની ડિસ્ચાર્જ પોલિસીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવી પદ્ધતિથી દર્દીઓ ઝડપથી ઘેર જઈ શકશે. બિનજરૂરી વિલંબ નહીં થાય. RT-PCR ટેસ્ટ જરૂરિયાતમંદ દર્દીઓ માટે વધારે વાપરી શકાશે અને કોરોનાના દર્દીઓને વધારે સમય હોસ્પિટલમાં પણ નહીં રહેવું પડે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, ભારત સરકાર દ્વારા કોવિડ -૧૯નાં પેશન્ટને ડિસ્ચાર્જ કરવા માટેના નિયત પ્રોટોકોલની નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. કોવિડ -૧૯ પોઝિટિવ દર્દીએ હવે હોસ્પિટલમાં વધુ રહેવું નહીં પડે. માત્ર એચઆઇવી પોઝિટિવ દર્દી, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરેલી હોય તેવા દર્દી કે કેન્સર જેવા ગંભીર બિમારી ધરાવતા હોય તેવા કોરોના સંક્રમિત દર્દીઓને જ RT-PCR ટેસ્ટ કરીને રજા આપવા કહેવાયું છે. નવી ગાઇડલાઇનથી દર્દીઓને વારંવાર કરવા પડતા RT, PCR ટેસ્ટમાંથી મુક્તિ મળશે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.