અમદાવાદમાં અપહરણ થયેલી બાળકી મળી ગઈ, જેને ચોરી કરી એનું નામ જાણીને પગ નીચેથી જમીન ખસી જશે

અમદાવાદ શહેરની સોલા સિવિલ અસ્પતાલથી બાળકી ગુમ થવા બાબતે પોલીસ એક અઠવાડિયાથી ધંધે લાગી હતી અને આ મામલે હવે સમાચાર મળી રહ્યા છે કે આખરે બાળકી મળી આવી છે. અપહરણ કરનાર સ્ત્રી પોતે જ બાળકી સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી.

આ સ્ત્રીને સંતાન સુખ ન હોવાથી આ ખરાબ પગલું ભર્યુ હતું. આશરે 7 દિવસની શોધખોળ બાદ બાળકી હેમખેમ મળી આવતા અમદાવાદ પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. સાથે જ પરિવારને બાળકી સાથે મિલન કરાવ્યુ હતું.

અમદાવાદના જુહાપુરાના એરિયાના ફતેવાહીમાં રહેતી એક સ્ત્રીએ તાજી જન્મેલી એક દિવસની બાળકીનું અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ સ્ત્રીનું નામ નગમા હોવાનું તપાસમાં ખૂલ્યુ છે. આ સ્ત્રીને છેલ્લા 7 વર્ષથી કોઈ સંતાન ન હતું.

તેથી તે બાળકના અપહરણ કરવાના ઈરાદાથી લાંબા સમયથી હોસ્પિટલોમાં ફરતી હતી. છેલ્લે 1 સપ્ટેમ્બરના રોજ રાત્રે તે સિવિલ હોસ્પિટલમાં આવી હતી. અહી તેને બાળક ચોરવાની તક મળી જતા તેણે એક દિવસની નવજાત બાળકીને ચોરી હતી.

રાત્રે 3 વાગ્યે તે બાળક લઈને ફરાર થઈ હતી. જેના દ્રશ્યો હોસ્પિટલના CCTvકેમેરામાં કેદ થયા હતા. જોકે, તે વીડિયો સ્પષ્ટ ન હોવાથી મહિલાનો ચહેરો દેખાયો ન હતો. પરંતુ તેને શોધવા માટે અમદાવાદ પોલીસે આકાશપાતાળ એક કરી દીધુ હતું.

આ સ્ત્રીએ દીકરીને પરત કરતા જ સોલા પોલીસે બાળકી પરિવારને સોંપી હતી. છેલ્લા 7 દિવસ સુધી બાળકી તેના મમ્મી પપ્પાથી દૂર હતી. બાળકીની માટે સોલા સિવિલ હોસ્પિટલમાં જન્મ આપ્યો પછી એ રાતે એ બધા સૂતા હતા.

રાત્રે અચાનક જ માટે જાગીને જોયું ત્યારે બાળકી હતી નહી. ક્યાંક ગાયબ થઈ ગઈ હતી. દીકરી ક્યાં હશે, કેવી હાલતમાં હશે તેવા વિચાર માતાને આવતા હતા. દીકરીને ખવડાવ્યું હશે કે કેમ તેના પણ વિચારો માતાને આવતાં હતાં.

પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે 70 પોલીસ જવાનોની ટીમ બનાવી, 200થી વધુ લોકોની પુછપરછ કરાઈ, 500 થી વધુ CCTV ચેક કર્યા, 150 થી વધુ રીક્ષા ચાલકોની પૂછપરછ કરીને અંતે સાતમા દિવસે પોલીસે અપહરણ કરનાર મહિલાને શોધી બાળકીને તેના પરિવારને સોંપી હતી, પોલીસ માટે આ કેસ ચેલેન્જિંગ હતો.

સીસીટીવી કેમેરામાં આ મહિલા સોલા બ્રિજ થી એક્ટીવા પર બેસેલી દેખાઈ અને થલતેજ ચાર રસ્તા થી એક્ટીવા પર થી ઉતરી ને તે એક રીક્ષામાં બેઠી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે આગળના સીસીટીવી ફૂટેજ તપાસ કરતા આ રીક્ષા સાણંદ સર્કલ સુધી ગઈ હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું. આ દરમિયાન સરખેજના વન માર્ટ મોલ ખાતે આ મહિલાઓ ઉભી હોવાનું એક સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું.

પોલીસ આસપાસના વિસ્તારોમાં તેમના બાતમીદારો નેટવર્ક કાર્યરત કરીને અંતે મહિલા સુધી પહોંચી હતી. સરખેજ ખાતેના મહિલાના ઘરે થી પોલીસને બાળકી પણ સહી સલામત મળી આવી હતી. મહિલાની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તે મહેસાણાના નંદાસણ પાસેના એક ગામની રહેવાસી છે અને હાલમાં તે સરખેજ ખાતે રહે છે. બાળકી મળતા જ તેના માતા પિતાએ પોલીસનો આભાર પણ માન્યો હતો.

YC