ખબર

અમદાવાદીઓ માટે સૌથી મોટા ખુશીના સમાચાર! 15 મે પછી અપાઈ જોરદાર છૂટ, જાણો શરતો

ગુજરાતનું વુહાન બની રહેલું અમદાવાદમાં વધતા જતા કેસ ચિંતાનો વિષય બન્યા છે. 9મેની સાંજથી 10મેની સાંજ સુધીમાં કોરોનાના 278 નવા કેસ સામે આવ્યા છે અને 18ના મોત થયા છે જ્યારે 266 દર્દીને ડિસ્ચાર્જ કર્યા છે. આમ અત્યાર સુધીમાં 5,818 કેસો અને મૃત્યુઆંક 381 થયો છે. જ્યારે 1373 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. આ વચ્ચે ગુજરાત સરકાર દ્વારા એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે.

Image Source

આ જાહેરાતમાં જણાવ્યું છે કે,અમદાવાદમાં 15 મેથી આઉટલેટ્સ અને ગ્રોસરી શોપ ખુલ્લા મુકવામાં આવશે. રેડઝોન સિવાયના વિસ્તારમાં આવેલા ડી માર્ટ, ઓશિયા, સુપરમોલ, ઝોમેટો અને સ્વીગીની ઓનલાઈન ડિલિવરી શરૂ કરવામાં આવશે. અમદાવાદમાં ડીજીટલ પેમેન્ટ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. પરંતુ આ બધું ચાલુ કરવા માટે અમુક શરતોનું પાલન કરવું પડશે. કન્ટેન્મેન્ટ અથવા તો રેડ ઝોનમાં કોઈ ડિલિવરી બોય જઈ શકશે નહીં.

Image source

અમદાવાદની 17 હજાર જેટલી શાકભાજી, ફળ-દુધ અને કરિયાણાની દુકાનોમાં ડીજીટલ પેમેન્ટથી ચૂકવણી કરવાની રહેશે. ઓનલાઈન ફૂડ ડિલિવર કરતી કંપનીઓએ પોતાના ડિલિવરી સ્ટાફનું 100 ટકા કરાવવું પડશે મેડિકલ સ્ક્રિનિંગ.

Image source

એટલું જ નહીં હોમ ડિલિવરીનો પણ ડીજીટલ પેમેન્ટથી વ્યવહાર કરવો પડશે. આ સાતેહ સાથે જ ડીલેવરી બોયનું હેલ્થ ચેકઅપ પણ કરાવવું પડશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.