અમદાવાદમાં ચાંદખેડામાં યુવતીએ ફ્લેટના સાતમા માળેથી પડતું મૂક્યું, કારણ જાણીને રુંવાટા ઉભા થઈ જશે

ચાંદખેડામાં ફિટનેસ ટ્રેનર યુવતીએ ફ્લેટના સાતમા માળેથી આત્મહત્યા કરી, કારણ બહુ જ ખતરનાક છે

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર પ્રેમમાં નાસીપાસ થવાને કારણે કોઇ યુવક કે યુવતિ આપઘાત કરી લે છે તો ઘણીવાર પતિ અથવા સાસરિયાના ત્રાસને કારણે કોઇ પરણિતા આપઘાત કરી લેતી હોય છે. ઘણીવાર કોઇ યુવક કે યુવતિઓ તેમની બીમારીથી કંટાળી કે પછી તેમના શરીરની કોઇ ખોડખાપણને લઇને કંટાશી આપઘાત કરી લેતા હોય છે. ત્યારે હાલમાં અમદાવાદના ચાંદખેડામાં આવેલ ત્રાગળ રોડ પર ઉપવન ફ્લેટમાં રહેતી એક યુવતીએ સાતમા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હતો.

આ ઘટનાને કારણે સોસાયટી અને પરિવારજનો એકઠા થઈ ગયા હતા. જે બાદ પોલીસને પણ જાણ કરી હતી. ઘટનાની વિગત જોઇએ તો, મૃતક યુવતીનું નામ પ્રિયંકા પરમાર હોવાનું સામે આવ્યું છે. તે 31 વર્ષની હતી અને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, તે તેની માતા અને બહેનો સાથે રહેતી હતી. તે ફિટનેસ ટ્રેનર તરીકે નોકરી કરતી હતી. જો કે તેને શારીરિક તકલીફ હતી અને તેના કારણે તેના લગ્ન થતા નહોતા. આ બાબતે કંટાળીને છેલ્લે યુવતીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જો કે, યુવતીને વિદેશ જવાની પણ ઈચ્છા હતી.

જણાવી દઇએ કે, યુવતી પાસેથી સુસાઇડ નોટ મળી આવી નથી. હાલ તો પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કર્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રિયંકા બાળપણમાં પેટના ભાગે દાઝી ગઇ હતી અને તેના કારણે દાજેલાના ડાઘ રહી ગયા હતા. સ્થાનિક લોકો સહિતના પરિવારજનોના નિવેદન લેવામાં આવશે. ત્યારબાદ સ્પષ્ટ ચાંદખેડા પોલીસ ચોક્કસ કારણ પર પહોંચી શકે છે.

પ્રતિકાત્મક તસવીર

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ અમદાવાદની એક યુવતિનો મૃતદેહ પેરિસની નદીમાંથી તરતો મળી આવ્યો હતો. તેના પરિવારજનોએ હત્યાની આશંકા પણ વ્યક્ત કરી હતી. તે માર્ચ મહિનામાં ગુમ થઇ હતી અને તે બાદ તેનો મૃતદેહ એપ્રિલ મહિનામાં ખરાબ રીતે સડી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. જે બાદ મે મહિનામાં યુવતિના પરિવારજનોને તેના મોતની જાણ થઇ હતી. ત્યારે 6 ઓગસ્ટના રોજ તેનો મૃતદેહ અમદાવાદ આવ્યો હતો અને તે બાદ અમદાવાદમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

Shah Jina