અમદાવાદમાં ધોધમાર વરસાદમાં આ સોસોટીમાં દીવાલ ધરાશાયી થતા જ કારને દોરડું બાંધીને ખેંચવી પડી, રેસ્કયુનો વીડિયો થયો વાયરલ, જુઓ

ચોમાસાની શરૂઆત થતા જ ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો હતો, પરંતુ અમદાવાદમાં લોકો વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠા હતા, ત્યારે ગત રવિવારના રોજ મેઘરાજાની મહેર અમદાવાદમાં પણ જોવા મળી અને મેઘરાજા એવા વરસ્યા એવા વરસ્યા કે આખા શહેરને પાણી પાણી કરી નાખ્યું. આ દરમિયાન સોશિયલ મીડિયામાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવાના દૃશ્યો પણ સામે આવ્યા હતા.

હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે જેમાં કેટલાક લોકો કારનું રેસ્ક્યુ કરતા જોવા મળી રહ્યા છે. આ વાયરલ વીડિયો અમદાવાદના ટ્રાફિકથી ધમધમતા જી રોડ વિસ્તારમાં આવેલ દેવપથ બિલ્ડિંગનો છે. જ્યાં એક દીવાલ ધરાશાયી થવાના કારણે કાર તેની નીચે ફસાઈ ગઈ હતી અને લોકોએ દોરડું બાંધીને તેને બહાર કાઢી હતી.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક વ્યક્તિઓ લક્ઝુરિયસ કાર ટાટા સફારીને દોરડું બાંધી અને ખેંચી રહ્યા છે. સફેદ રંગની કાર દીવાલ ધરાશયી થવાના કારણે નીચેની બાજુ સરકી ગઈ છે અને ઘણા બધા લોકો મહેનત કરી અને આ કારને બહાર લાવવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ ઘટના 8 જુલાઈની જણાવવામાં આવી હરિ છે. રવિવારના રોજ અમદાવાદના ઘણા બધા વિસ્તારોમાં ભારે એવો વરસાદ પડ્યો હતો, જેના કારણે લોકો પણ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિક લોકો પણ હેરાન પરેશાન થતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયામાં પણ પાણી ભરાયેલા વિસ્તારના ઘણા બધા વીડિયો વાયરલ પણ થયા હતા.

Niraj Patel