અમદાવાદના પૉશ વિસ્તારમાં રહેતા સિનિયર સિટિઝીન દંપતિની વહેલી સવારે હત્યા, જાણો પોલીસને શું છે આશંકા?

અમદાવાદમાં વહેલી સવારમાં જ વૃદ્ધ દંપત્તિના ઘરમાં ઘુસી કરવામાં આવી કરુણ હત્યા,માં-બાપ ગુમાવ્યા બાદ દીકરીએ રડતા રડતા આ વાત કરી

લૂંટ અને હત્યાના મામલાઓ સતત વધી રહ્યા છે. ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં આવી ઘટનાઓ અવાર નવાર બનતી હોય છે ત્યારે આ દરમિયાન અમદાવાદમાંથી પણ એક ચકચારી ભરેલો મામલો સામે આવ્યો છે, જ્યાં અમદાવાદના પૉશ વિસ્તારના એક ઘરની અંદર સિનિયર સીટીઝન દંપતિની કોઈએ હત્યા કરી નાખી હતી.

અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં આવેલા શાંતિ પેલેસમાં આજે વહેલી સવારે વૃદ્ધ દંપતિની હત્યાનો મામલો સામે આવતા પોલીસ પણ દોડતી થઇ ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વહેલી સવારથી જ તેમના ઘરની અંદર ત્રણ-ચાર લોકો ઘુસી ગયા હતા અને આ વૃદ્ધ દંપતીની ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી હતી.

સિનિયર સીટીઝન દંપતીની આ પ્રકારે હત્યા થવી તેના ઉપર હવે ઘણા સવાલો સામે આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે દંપતી ઘરમાં એકલા જ રહેતા હતા. તેમનો પુત્ર દુબઈમાં રહેતો હતો અને તેમની દીકરી અમદાવાદના રાણીપ વિસ્તારમાં તેના પરિવાર સાથે રહેતી હતી.

આજે વહેલી સવારે તેમના ઘરની અંદરથી તેમની લાશ મળી આવી હતી. જે બાદ પોલીસને જાણ કરવામાં આવતા તેમને ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા FSL સહીત અન્ય ટીમની મદદ દ્વારા તપાસ કરી રહી છે.

(પ્રતીકાત્મક તસવીર)

પોલીસની પ્રાથમિક તપાસમાં લૂંટના ઇરાદે હત્યા થઇ હોવાનું સામે આવી રહ્યું છે. ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા લૂંટ અને ચોરીની બાબત ધ્યાનમાં રાખીને પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ ઘટનાની જાણ થવાની સાથે જ દીકરી અને અન્ય પરિવારજનો દોડી આવ્યા હતા. માતા-પિતાના મોતના સમાચાર સાંભળી દીકરી પણ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી ગઈ હતી. તેણે રડતા રડતા જ જણાવ્યું હતું કે ” મારા પપ્પા કાલે મારા ઘરે આવ્યા હતા. આ સિવાય મારે કોઈ વાત નથી થઈ. આજે સવારે 8.30 વાગ્યે આવું બન્યું હોવાની ખબર મળી. ઘરમાં મિસ્ત્રી કામ અને કલર કામ ચાલું હતું. રાતે 10 વાગ્યા સુધી મિસ્ત્રી કામ ચાલું હોવાનું પાડોશીઓએ જણાવ્યું હતું. એટલું જ નહીં, વહેલી સવારે પિતાજીએ એક્ટિવા સાફ કર્યું. સવારે ચા બનાવી, સિક્યુરિટી ગાર્ડને ચા આપી હતી.”

(પ્રતીકાત્મક તસવીર)

આ ઘટનામાં કોઈ જાણીતા અથવા તો ઓળખતા વ્યક્તિઓ દ્વારા હત્યા નીપજાવી હોવાની આશંકા સેવાઇ રહી છે. આ હત્યાકાંડમાં પ્રાથમિક તપાસમાં ચાર શખ્સોની સંડોવણી સામે આવી છે.

બંને મૃતકો સામાન્ય રીતે રાબેતા મુજબ ઘરની બહાર નીકળતા હતા. જો કે, આજે બંને બહાર ન નીકળતા પાડોશીને શંકા ગઈ હતી. આથી તેમણે પોલીસને જાણ કરી હોવાની પ્રાથમિક વાત સામે આવી રહી છે.

Niraj Patel