ખબર

અમદાવાદ માધવપુરા છડેચોક હત્યા: 13 વર્ષથી લફરું ચાલતું હતું બંને વચ્ચે અને દીકરીની સગાઇ…

અમદાવાદમાં ગ્રીષ્મા જેવી હત્યા કેસમાં થયો મોટો ખુલાસો, પરિણીત મહિલાને હત્યારા સાથે 13 વર્ષથી લફરું ચાલતું હતું, જયારે દીકરીની સગાઇ થઇ તો

ગુજરાતમાંથી છાસવારે મહિલાઓ પર અત્યાચાર અને દુષ્કર્મ તેમજ હત્યાના બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લે સુરતમાં થયેલ ગ્રીષ્મા વેકરિયાની હત્યાના પડઘા તો હજી શમ્યા નથી ત્યાં આજે જ અમદાવાદમાંથી એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ગઇકાલના રોજ એટલે કે વુમન્સ ડેના દિવસે જ અમદાવાદના માધુપુરામાં પરણિત પ્રેમિકાની પ્રેમીએ ઉપરા છાપરી ઘા મારી હત્યા કરી દીધી હતી. જે બાદ આરોપીએ આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ પરિવારજનો દ્વારા તેને બચાવી લેવામાં આવ્યો હતો અને તે બાદ તે ભાગી ગયો હતો.

જો કે, પોલિસે તેને પકડી પાડ્યો હતો. ત્યારે હવે આ કેસમાં એક અપડેટ સામે આવી છે. આરોપીનું નામ નવીન રાઠોડ છે. તેણે પોલિસ પૂછપરછમાં જણાવ્યુ હતુ કે તે બંને વચ્ચે 13 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને આને કારણે નવીને લગ્ન પણ કર્યા ન હતા. પરંતુ યુવતિની સહાઇ થતા બદનામીના ડરને કારણે પ્રેમિકાએ પ્રેમી સાથેના બધા સંબંધ તોડી નાખ્યા હતા.

Image source

જો કે, આ વાતે આરોપી ઉશ્કેરાઇ ગયો હતો અને તેણે આવેશમાં આવીને પરણિત પ્રેમિકાની હત્યા કરી નાખી હતી. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. જેમાં જોઇ શકાતુ હતુ કે આશાબેન માધુપુરામાં જયાં જોગણી માતાનું મંદિર આવેલ છે ત્યાં શાક લેવા ઊભા હતા ત્યારે જ નવીન રાઠોડે આવીને પાછળથી પાંચથી પણ વધારે છરીના ઘા ઝીંકી આશાબેનની હત્યા કરી દીધી હતી.

આશાબેને નવીન સાથે છેલ્લા કેટલાય સમયથી બોલવાનું બંધ કરી દીધુ હતુ અને નવીને તેની પ્રેમિકાને મનાવવા ઘણા પ્રયત્ન પણ કર્યા હતા પરંતુ તેમ છત્તાં આશાબેન માન્યા ન હતા અને તેમણે તેમની દીકરીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા નવીન સાથે વાત કરવાનું બંધ કર્યુ હતુ. જો કે, આ વાત તેના માટે ઘણી ભારે સાબિત થઇ અને નવીને આશાબેનની હત્યા કરી દીધી.