ખબર

ફરીવાર અમદાવાદની અંદર BRTSને નડ્યો અકસ્માત, ટાયર ફાટતા જ ડિવાઈડર સાથે અથડાઈ

અમાદવાદની અંદર અવાર નવાર બીઆરટીએસના અકસ્માતના કિસ્સાઓ સામે આવતા રહે છે. હાલ અમદાવાદના જોધપુર ટેકરા પાસે બીઆરટીએસ બસને અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બસનું ટાયર ફાટી જવાના કારણે બસ એલઈડી થાંભલા સાથે ભટકાઈ હતી જેમાં બસનો આગળનો ભાગ ડેમેજ થયો હતો. બસનો આગળનો કાચ પણ સંપૂર્ણ નષ્ટ થઇ ગયો હતો.અકસ્માત સમયે બસની અંદર 4 મુસાફર બેઠેલા હતા જેમાંથી બસની અંદર બેઠેલા બે મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી છે.

જયારે ડ્રાઈવર સાથે બીજા મુસાફરનો આબાદ બચાવ થયો છે.જોધપુરથી ઈસરો તરફ જઈ રહેલી બસ નંબર 198નું આગળનું જમણી તરફનું ટાયર ફાટી જવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. ટાયર ફાટી જતા ડ્રાઈવરે બસ ઉપરનો કાબુ ગુમાવતા બસ એલઈડી થાંભલા સાથે ભટકાઈ હતી.