અમદાવાદમાં પરિણીતાએ બળાત્કારના કેસમાં બેન્ક કર્મચારીને ફસાવ્યો, કોર્ટે નિર્દોષ જાહેર કર્યો- આખી સ્ટોરી વાંચવા જેવી છે
Ahmedabad Banker Relation With Married Woman : ગુજરાતમાંથી (Guajarat) ઘણીવાર એવા એવા મામલા સામે આવે છે કે આપણે પણ હેરાન રહી જઇએ. કેટલીકવાર મહિલાઓ પોતાનો મતલબ પૂરો કરવા માટે પુરુષો પર દબાણ કરતી હોય છે અથવા તો તેમને બળાત્કાર કે અન્ય કેસમાં ફસાવવાની ધમકી આપતી હોય છે.
ત્યારે હાલમાં આવો એક મામલો હતો જેમાં એક મહિલાના છૂટાછેડા થયેલા હતા અને તેને પહેલા લગ્નથી બે બાળકો પણ હતા. આ મહિલા અને એક બેંક કર્મચારી પ્રેમમાં પડ્યા અને યુવકે તેની સાથે લગ્ન કરવાનું વચન પણ આપ્યુ.
જો કે, યુવકના પરિવારે આ મહિલા સાથે લગ્ન ના કરવાનું કહેતા યુવક ફરી ગયો અને તે બાદ મહિલાએ આ યુવક પર રેપ કેર ફાઇ કરી દીધો. આ મામલે અમદાવાદની (Ahmedabad) સેશન્સ કોર્ટે (sessions court) સુનાવણી કરતાં એવો ચુકાદો આપ્યો કે બળાત્કારનો કેસ એ કોઈ પુરુષને લગ્નનું વચન પૂરું કરવા માટે દબાણ કરવાનો આધાર નથી. કોર્ટે આ કેસમાં બેંક કર્મચારીને નિર્દોષ જાહેર કર્યો છે.

ભાવેશ પટેલના પરિવાર વાળા મહિલા સાથેના લગ્ન માટે તૈયાર નહોતા કારણ કે મહિલાના પહેલા છૂટાછેડા થઇ ચૂક્યા હતા અને તેના પહેલા લગ્નથી બે બાળકો પણ હતા. વર્ષ 2020ની સાલમાં ભાવેશે મહિલાને તેના માતા-પિતા સાથે પરિચય કરાવ્યો અને લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી. જો કે, તેણે મહિલાને લગ્નની ના કહી તો
મહિલાએ તેની સામે આઈપીસીની કલમ 2020, 376 અને 420 (506) હેઠળ એફઆઈઆર નોંધાવી અને લગ્નનું વચન આપ્યા પછી બળાત્કાર કરવાનો તેમજ છેતરપિંડી અને ગુનાહિત ધાકધમકીનો આરોપ મૂક્યો. આ મહિલાએ દાવો કર્યો હતો કે ભાવેશે તેને લોન લેવામાં મદદ કરી હતી અને આ દરમિયાન બંને પ્રેમમાં પડ્યાં હતા.
ફરિયાદ મુજબ આરોપીએ તેને પતિ સાથે છૂટાછેડા લેવા માટે કહ્યું કારણ કે તેઓ લગ્ન કરી શકે. તેણે 100 રુપિયાના સ્ટેમ્પ પેપર પર લખાણ કરીને છુટાછેડા લઈ લીધા પણ બે વર્ષ બાદ ભાવેશે લગ્ન કરવાની ના કહેતા મહિલાએ તેની સામે રેપનો કેસ દાખલ કર્યો. ત્યારે આ કેસ ચાલી જતા એડિશનલ સેશન્સ જજ અમનદીપ સિબિયાએ મહિલાના આરોપોનો સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો.

કોર્ટે નોંધ્યું કે મહિલાના છૂટાછેડા માન્ય નથી અને આરોપી સાથે તેના લગ્ન શક્ય નથી. આ સાથે એમ પણ કહ્યું કે 2017માં કથિત ઘટનાઓ સમયે મહિલા 36 વર્ષની હતી અને તે બે બાળકોની માતા પણ હતી. તે પહેલેથી જ પરિણીત હતી અને કોઈ વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે તે એટલી નાદાન ન હોઈ શકે. આ સાથે કોર્ટે એમ પણ જણાવ્યુ કે, આરોપી સાથે સંબંધ બાંધતી પરણિત મહિલા એમ ન કહી શકે કે તેણે લગ્નનું ખોટું વચન આપીને તેની સાથે છેતરપિંડી કરી હતી,
કારણ કે આરોપી માટે કાનૂની છૂટાછેડા ન લેનારી પરણિત મહિલા સાથે લગ્ન કરવાનું શક્ય નથી. આ સાથે આરોપીએ ફરિયાદીને તેના માતા-પિતા સાથે પરિચય કરાવ્યો અને તેઓએ લગ્ન માટે સંમતિ ન આપી તેથી આ સંજોગોમાં છેતરપિંડી કરી હોવાનું ન કહી શકાય. કલમ 375 આઈપીસી હેઠળ કાર્યવાહી એ લગ્નના વચનને લાગુ કરવાની રીત નથી. આ સાથે કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો.