ખબર

અમદાવાદમાં ખાડાને લીધે 18 વર્ષની યુવતીનું થયું મૃત્યુ, પુરી ઘટના વાંચીને હચમચી ઉઠશો- જાણો વિગત

અમદાવાદમાં ચોમાસાના ધોમ વરસાદને લીધે રોડ અને રસ્તાની હાલત ડિસ્કો બની ગઈ છે. ખાડા ખાબોચિયાની કોઈ નવાઈ જ નથી અને લોકો ખુબ પરેશાન છે. ત્યારે શુક્રવાર રાતે બે યુવતીઓ ગરબા પતાવીને પોતાના સ્કૂટર ઉપર ઘરે પરત જઈ રહી હતી ત્યારે GMDC ગ્રાઉન્ડ પાસે ઓવર બ્રિજ પાસેના ખાડામાં પડી હતી. બે છોકરી માંથી એક 18 વર્ષની યુવતીનું સારવાર દરમિયાન મોત થયુ છે જ્યારે બીજી છોકરીને સામાન્ય ઈજાઓ પહોંચી છે. મિત્રો ટ્રાફિક નિયમો શું ફક્ત જનતા માટે જ છે? ખાડાને લીધે જે યુવતીનો જીવ ગયો તો રોડ રસ્તા બનાવનાર તંત્રને કોઈ સજા કે દંડ થશે?આ ઘટનાથી તંત્ર સામે પ્રશ્નો ઉઠાવાઈ રહ્યા છે

મળતી માહિતી મુજબ નિલેશભાઇએ ડિવિઝન પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવી છે. તેમણે કહ્યું છે કે, ‘ગઇકાલે રાતે તેમની બહેન અને દીકરી વસ્ત્રાપુર GMDC ખાતે ગરબા રમવા ગયા હતાં. જ્યાંથી પાછા ફરતા સમયે GMDC પાસે ખાડામાં એક્ટિવા સ્લીપ થઇ જતા તેમની 18 વર્ષની પુત્રી વૈભવીને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. પછી પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. જ્યાં તેનું મોત નીપજ્યું છે.’ એક 18 વર્ષીય યંગ યુવતીનું મોત થતાં તેની પાછળ કોણ જવાબદાર છે. મેયર અને મ્યુનિસિપલ કમિશનર કે પછી રોડ વિભાગના અધિકારીઓ કે કોન્ટ્રાક્ટર? પરિવારે પોતાની યંગ પુત્રીને ગુમાવતાં પરિવાર શોકમાં છે

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.