ખબર

અમદાવાદ: પ્રેમિકાએ જ કહ્યું “જા ફાંસી લગા કે કુત્તે કી મોત મરજા” સાત વર્ષના પ્રેમ સંબંધોનો આવ્યો કરુણ અંજામ

પ્રેમ સંબંધોમાં આવતા વળાંકો આપણે બધાએ જ જોયા છે,  ઘણા કિસ્સાઓમાં આવા પ્રેમ સંબંધો કોઈના મૃત્યુનું કારણ પણ બને છે.  ઘણા પ્રેમીજનો વચ્ચે  ઝઘડા પણ થતા હોય છે જેના કરુણ અંજામ પણ  જોવા મળે છે. હાલ એક એવો જ કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે જેમાં પ્રેમીને આત્મહત્યા કરવા માટે મજબુર કરનાર પ્રેમિકા હવે જેલના સળિયા પાછળ છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઉત્તરપ્રદેશ અને છેલ્લા 15 વર્ષથી અમદાવાદમાં સ્થાયી થયેલા એક યુવાનને બાજુમાં જ રહેતી એક યુવતી સાથે પ્રેમ થયો હતો. પ્રણયના બે વર્ષો બાદ જ પ્રેમિકા યુવતી ઉત્તરપ્રદેશ ચાલી ગઈ જેના કારણે પ્રેમી યુવક પાગલ થઇ ગયો. પોતાની પ્રેમિકા માટે તડપતા યુવાનની લાગણી અને પ્રેમનો ફાયદો તેની પ્રેમિકા ઉઠવતી રહી. અને તેની પાસે ઉછીના પૈસા, મોબાઈલ અને કિંમતી ચીજવસ્તુઓ પણ મંગાવતી રહી.

Image Source

યુવક પોતાની કમાણીનો મોટોભાગ યુવતી પાછળ જ ખર્ચી નાખતો હતો. તે છતાં પણ યુવતીની માંગણીઓ ઘટતી નહોતી. યુવક અને યુવતીના પરિવારે બનેંના લગ્ન કરવાનું પણ નક્કી કરાવી આપ્યું, પરંતુ યુવતીનો પરિવાર પણ પૈસા માટે લાલચુ હતો. લગ્ન માટે યુવકના પરિવાર પાસે 3 લાખ રૂપિયાની માંગણી પણ કરવામાં આવી હતી.

આ બાબતને લઈને પ્રેમિકા પણ તેના પ્રેમી સાથે વારંવાર ઝઘડતી હતી. એકવાર તો પ્રેમિકાએ તેના પ્રેમીને કહી દીધું હતું કે “જા ફાંસી લગા કે કુત્તે કી મોત મરજા, તેરી કોઈ જરૂરત નહિ હે”. આ શબ્દો પ્રેમીને લાગી આવતા તેને આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.

Image Source

પ્રેમીએ જીવન ટૂંકાવતા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી, જે પોલીસના હાથે લાગતા જ પોલીસે તે પ્રેમિકા યુવતીને જેલના સળિયા પાછળ ધકેલી દીધી હતી. યુવતીએ પોતાના ઉપર લાગાવવામાં આવેલા આરોપોને પણ ખોટા ગણાવ્યા હતા. પોલીસ પણ આ બાબતે હવે વધુ તપાસ હાથ ધરી રહી છે.