રાજ્યમાં દિવસેને દિવસે આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે. ત્યારે, વધુ એક આત્મહત્યાની ઘટના અમદાવાદથી સામે આવી છે.
જેમાં, અમદાવાદમાં વિધવા મહિલાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું છે. મળતી માહિતી મુજબ, પરિણીત પ્રેમીએ તરછોડી દેતા વિધવા મહિલાએ આપઘાત કરી લીધો છે. આ તરફ આપઘાત પહેલા વીડિયો બનાવી પ્રેમી અશોક ચુનારા પર આરોપ લગાવ્યા છે. જેમાં પ્રેમી પરિણીત હોવા છતાં વિધવા મહિલા સાથે સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
અમદાવાદના બોપલ વિસ્તારમાં આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં, વિધવા મહિલાએ ઝેરી દવા પી ને આત્મહત્યા કરી લીધી છે. આ સાથે આપઘાત પહેલા મૃતક મહિલાએ વીડિયો બનાવી પ્રેમી અશોક ચુનારા પર આરોપ લગાવ્યા છે. આ વીડિયોમાં મંદિરમાં ફુલહાર કરી પત્ની બનાવીને શોષણ કર્યુ હોવાનો આરોપ લગાવ્યો છે.
મૃતક વિધવા મહિલાએ વિડીયોમાં કરેલ આક્ષેપો મુજબ તેમનો પ્રેમી પલ્યો ઉર્ફે અશોક ચુનારાએ શોષણ કર્યા બાદ પોતાની પત્ની અને બાળકો પાસે જતો રહ્યો હતો. આ તરફ પ્રેમીએ વિધવા મહિલાના ફોન ઉપાડવાના બંધ કરી દેતા મહિલાએ આપઘાત કરી લીધો છે. ઝેરી દવા પીનાર મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ સમગ્ર મામલે બોપલ પોલીસે તપાસ શરૂ કરી છે.