અમદાવાદમાં આ જગ્યાએ રૂપલલનાઓ ઊભી ઊભી કરે છે ચેનચાળા, ચેતી જજો ! નહિ તો…

અમદાવાદીઓ ચેતી જજો, આ જગ્યાએ ગંદા ગંદા ઈશારા કરતી બેશરમ છોકરીઓ દેખાય તો ઉભા રેતા નહીં નહિ તો….

ગુજરાતમાંથી ઘણીવાર રૂપલલનાઓ યુવકોને ચેનચાળા કરી ફસાવતી હોવાના કિસ્સા સામે આવે છે. આ ઉપરાંત સ્પાના નામે ચાલતા દેહ વેપારના ધંધા પણ પ્રકાશમાં આવતા હોય છે. છેલ્લા કેટલાક સમયથી આવા દેહ વેપારના ધંધાઓના પોલિસ પર્દાફાશ કરી રહી છે.

સુરત વડોદરા અને રાજકોટમાંથી અવાર નવાર આવા કિસ્સાઓ સામે આવતા રહે છે. પરંતુ હા જે કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે, તેમાં પોલિસને ફરિયાદ મળી હતી કે ગોતા-ભાડજ અને શીલજ-ઓગણજ જવાના રોડ પર જયાં ખુલ્લા ખેતરો આવેલા છે ત્યાં કેટલીક રૂપલલનાઓ ઊભી રહે છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

(પ્રતીકાત્મક તસવીર)

આ ફરિયાદ બાદ પોલિસની ટીમે સઘન તપાસ હાથ ધરી હતી અને ભાડજથી શીલજ જવાના રોડ પરના કેટલાક ખેતરો પાસેથી જે મહિલાઓ ચેનચાળા કરે છે કે ગંદા ઇશારા કરે છે તેવી 9 જેટલી રૂપલલનાઓને પકડી પાડી તેમની ધરપકડ કરી હતી. ઘણા સમયથી એવી વાતો ચાલતી હતી કે, છેલ્લા ઘણા સમયથી એવી વાત ચાલી રહી હતી કે ગોતાથી ઓગણજ, ભાડજ, શીલજ જવાના રોડ પર જે ખેતરો આવેલા છે ત્યાં કેટલીક ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી છે, જેના કારણે સોલા પોલિસની ટીમે અહીં વોચ રાખી હતી.

પોલિસને આ બાબતે માહિતી મળતા જ તેમણે અલગ અલગ વોચ ગોઠવી અને જે કુટણખાના ચાલી રહ્યા હતા તેને બંધ કરાવ્યા હતા. આ રૂપલલનાઓ રોડ પર ઊભી રહી લોકોને ગંદા ઇશારા કરી દેહવિક્રય કરતી હતી. આ રૂપલલનાઓની ધરપકડ કરી તમામ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલિસે ઓગણજ સર્કલથી ભાડજ જવાના રોડ પરથી 9 રૂપલલનાઓની ધરપકડ કરી છે.

જે પણ મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે તે, મહેસાણા, ઇસનપુર, ઘાટલોડિયા, ચાણક્યપુરી, નારોલ વિસ્તારની હોવાનું સામે આવ્યું છે. આ રૂપલલનાઓ રોડ પર ઉભી રહી લોકોને ગંદા ઈશારા કરી દેહવિક્રય કરતી હોવાનું સામે આવતા સોલા પોલીસે જીપીએ 110 અને 117 મુજબ ગુનો નોંધી કૂટણખાનું બંધ કરાવ્યું હતું. જણાવી દઇએ કે, આ પહેલા પણ આ જ વિસ્તારમાંથી સોલા પોલીસે 10થી વધુ રૂપલલનાની સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

Shah Jina