આ મહિલા ચોરનું કારસ્તાન સાંભળી તમે પણ મૂકાઇ જશો અચંબામાં, એક જ દિવસમાં ચોરી કર્યા 6 એક્ટિવા અને પછી…

રાજયમાંથી ઘણીવાર ચોરીના કિસ્સા સામે આવતા હોય છે. ઘણીવાર લાખો રૂપિયાની ચોરીની ઘટના સામે આવતી હોય છે, તો ઘણીવાર વાહન ચોરીની ઘટના સામે આવતી હોય છે. આવી વાહન ચોરીની અનેક વાર ગેંગ પોલિસના હાથે ઝડપાઇ જતી હોય છે. પરંતુ હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે ખરેખર ચોંકાવનારો છે. આ કિસ્સો અમદાવાદનો છે. અમદાવાદના વેજલપુરમાંથી પોલિસે એક એવા ચોરની ધરપકડ કરી છે, જેણે એક જ દિવસમાં 6 એક્ટિવા ચોરી કર્યા છે.

આ ઘટના બહાર આવતા પોલિસ પણ દોડતી થઇ ગઇ હતી. વેજલપુરમાં એક જ દિવસમાં 6 એક્ટિવા ચોરી થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ચોરી કોઇ પુરુષની ગેંગે નહિ પરંતુ મહિલાએ કરી છે. આ સાંભળી તમે જરૂરથી ચોંકી ગયા હશો કે એક દિવસમાં 6 એક્ટિવાની ચોરી એક મહિલા કેવી રીતે કરશે, આ તો પુરુષોને પણ શરમાવે તેવી વાત છે. પોલિસને આ વાતની જાણ થતા જ તેમણે ઝડપી તપાસ હાથ ધરી હતી. પોલિસે ઘણા CCTV ફુટેજ ખંગાળ્યા હતા અને ત્યારે તેમને એક મહિલા પર શંકા ગઇ હતી.

આ મહિલાની તપાસ કરવામાં આવી હતી અને તેને પકડી કાર્યવાહી કરવામાં આવી હતી. તેની પૂછપરછમાં એ ખુલાસો થયો કે તેણે પહેલી વખત જ ચોરી કરી છે અને તેની પાસેથી 6 એક્ટિવા પણ મળી આવ્યા હતા. તેણે એક્ટિવા ચોરી કરી પોતાની પાસે રાખ્યા હતા. તપાસમાં સામે આવ્યુ કે મહિલા પહેલા રેકી કરતી અને ત્યાર બાદ માસ્ટર કીથી ચોરી કરી ફરાર થઇ જતી. આ મહિલા પહેલા પણ NDPS કેસમાં પકડાઇ હતી. હવે પોલિસ એ દિશામાં તપાસ કરી રહી છે કે તેની સાથે કોઇ અન્ય આ ચોરીમાં સામેલ હતુ કે નહિ.આ મહિલાનું નામ રાબીયાબાનુ ઉર્ફે યાસીનમિયા શેખ છે, જે ચોરી કરવામાં માસ્ટર માઇન્ડ છે. પોલિસે હાલ તો તેના પાસેથી એક્ટિવા કબ્જે કરી લીધુ છે.

Shah Jina