ખબર

અમદાવાદની માત્ર 16 વર્ષની સગીરાને મુંબઈ બોળવી ત્રણ-ત્રણ વિધર્મીએ પીંખી નાખી અને બની ગર્ભવતી

અમદાવાદ: તમારી ઘરે બહેન દીકરી ઇન્સ્ટાગ્રામ વાપરતી હોવ તો સાવધાન…મોડલિંગ-એક્ટિંગના નામ પર કર્યો બળાત્કાર- જાણો વિગત

આજે ઘણા યુવાનો અને યુવતીઓ મોડેલિંગમાં પોતાનું કેરિયર બનાવવા માંગતા હોય છે. આવા મોડેલિંગના શોખના કારણે જ ઘણી યુવતીઓ ખોટા માર્ગે અથવા તો ખોટા વ્યક્તિઓના સંપર્કમાં આવીને પણ ફસાઈ જતી જોવા મળે છે. હાલ એવો તાજો જ કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. જ્યાં એક 16 વર્ષની સગીરાને મુંબઈમાં મોડેલિંગની લાલચ આપી બોલાવી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું અને તે ગર્ભવતી બની ગઈ.(તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના ઘાટલોડીયામાં રહેતી 16 વર્ષની સગીરાને ઇન્સ્ટાગ્રામ દ્વારા ફસાવી હતી અને મુંબઈ બોલાવીને ત્રણ વિધર્મી યુવકોએ વારંવાર સંબંધો બાંધતા સગીરા ગર્ભવતી બની ગઈ હતી. સારવાર અર્થે સગીરાને સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાતા તપાસમાં તે ચાર માસનો ગર્ભ ધરાવતી હોવાનું બહાર આવ્યું હતું. જેના બાદ સગીરાએ તેની સાથે દુષ્કર્મ આચરનારા આદીલ શેખ, ઓવેઝ અને જાવેદ મલેક નામના આ ત્રણેય યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

સગીરાએ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે ત્રણેય આરોપી યુવકો સાથે તેને ઇન્સ્ટાગ્રામ દ્વારા પરિચય થયો હતો. આરોપીઓએ સગીરાને મોડલિંગ અને ડાન્સ શોમાં કામ અપાવવાની લાલચ આપીને મુંબઈ બોલાવી હતી. જ્યાં ત્રણેય યુવકોએ તેની સાથે બળજબરીથી સંબંધો બાંધ્યા હતા.

સગીરા જયારે અમદાવાદ પાછી આવી ગઈ હતી ત્યારે પણ આરોપીઓએ સગીરાને અશ્લી મેસેજ મોકલીને સંબંધો બાંધવા માટેનું દબાણ ચાલુ રાખ્યું હતું. તેમણે સગીરાને અમદાવાદથી ઉઠાવી જવાની અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. સગીરા મુંબઈ જવા માટે ટયુશન જવાને બહાને અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન પહોંચી હતી. અને તે સમયે આરોપી જાવેદ મલેકે તેને સીમકાર્ડ ખરીદીને આપ્યું હતું અને ટ્રેનમાં બેસાડી દીધી હતી.

જેના બાદ સગીરા ઘરે ના આવતાં પરિવારે પોલીસને જાણ  કરી હતી. સગીરાના પરિવાર દ્વારા ફરિયાદ થતા પોલીસે વડોદરાથી સગીરાને બચાવી લીધી હતી. પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુન્હો નોંધ્યો હતો. ઘાટલોડીયા પોલીસ હાલ ત્રણેય આરોપીની શોધખોળ ચલાવી રહી છે.