ખબર

અમદાવાદમાં પાડોશી નરાધમે 14 વર્ષની દીકરી સાથે ના કરવાનું કરી નાખ્યું, માતાએ અડધી રાત્રે ઉભી થઈને જોયું તો, દીકરી કપડાં…..

અમદાવાદમાં અડધી રાતે 14 વર્ષની સગીર દીકરી ગાયબ થઇ ગઇ, રૂમમાં જોયું તો મમ્મીના પગ નીચેથી જમીન ખસી ગઇ

મહિલાઓ સાથે છેડછાડ અને અત્યાચારોના ઘણા બધા બનાવો ગુજરાતમાંથી સતત સામે આવી રહ્યા છે. ઘણી મહિલાઓ યુવતીઓ અને કિશોરીઓ સાથે પણ છેડછાડ અને બળાત્કાર થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હાલ અમદાવાદમાંથી પણ એક એવી જ ઘટના સામે આવી છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના નરોડામાં રહેતી એક મહિલા અને તેનો જે ગણપતિની મૃતિ બનાવવાનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો.પરિવારની બે દીકરીઓના લગ્ન થઇ ચુક્યા હતા. જયારે તેમની એક 14 વર્ષની દીકરી ઉપરાંત બે દીકરા પણ છે. સોમવારની રાત્રે આ પરિવાર ઘરની બહાર ખાટલા પાથરી અને સુઈ રહ્યો હતો.

આ દરમિયાન જ મહિલાના પિતા રાત્રે લગભગ દોઢ વાગ્યાની આસપાસ ઉઠ્યા હશે, ત્યારે તેમને જોયું તો વર્ષની દીકરી તેના ખાટલામાં હતી નહીં, જેના કારણે પરિવારના બીજા સભ્યોને  ઉઠાડીને તપાસ કરી. ત્યારે મહિલા બાજુમાં રહેલા છાપરામાં તપાસ કરવા માટે ગઈ ત્યારે ત્યાંનું દૃશ્ય જોઈને તે ચોંકી ઉઠી હતી.

મહિલા જયારે છપરાવાળા ઘરમાં ગઈ ત્યારે તેમની 14 વર્ષની દીકરી કપડાં પહેરી રહી હતી અને બીજી તરફ એક યુવક કઢંગી હાલતમાંથી ત્યાંથી ભાગી રહ્યો હતો. ત્યારે પરિવારે દીકરીને પૂછ્યું ત્યારે તેને શરૂઆતમાં કોઈ બરાબર જવાબ ના આપ્યો અને જયારે પરિવારે કડકાઈથી પૂછય ત્યારે સગીરાએ સઘળી હકીકત જણાવી હતી.

સગીરાએ જણાવ્યું હતું કે પાડોશમાં રહેતો વ્યક્તિ 12.30ની આસપાસ તેની પાસે આવ્યો હતો અને તેની સાથે વાત કરવી છે એમ કહીને ઘરમાં લઈ ગયો હતો. ત્યાં જબરદસ્તીથી કપડા કાઢી તેની સાથે બળજબરી કરી હતી. સગીરા બુમાબુમ કરે તે પહેલા તેનું મોઢું દબાવી આરોપીએ બુમો પાડીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી.

ત્યારે આ ઘટનાને જોતા પરિવારને તેમની દીકરી સાથે દુષ્કર્મ થયું હોવાનું જાણ થતા સગીરાની માતાએ નરોડા પોલીસ મથકમાં જઈને ફરિયાદ નોંધાવી હતી. જેના બાદ પોલીસ ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.