અમદાવાદ : 13 વર્ષિય સગીર સાથે એક યુવકે કર્યું દુનિયાનું સૌથી ગંદુ કામ, પહેલા ધાબે બોલાવ્યો અને પેન્ટ કાઢી પછી કર્યુ એવું કે…

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કેટલીક ઘટનાઓ એવી સામે આવતી હોય છે કે જે સાંભળી આપણે ચોંકી જઇએ. હાલ અમદાવાદમાંથી એવી ઘટના સામે આવી છે કે જેમાં એક 13 વર્ષિય સગીર સાથે એક વ્યક્તિએ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ હતુ. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર હવસખોર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપી જે જગ્યાએ નોકરી કરતો હતો ત્યાં એક સગીર ટિફિન આપવા આવતો હતો. એક દિવસ જયારે તે ટિફિન આપવા પહોંચ્યો ત્યારબાદ આરોપી તેને ઉપરના માળે લઈ ગયો હતો. જ્યાં તેણે પોતાનું અને સગીરનું પેન્ટ કાઢી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. સગીરે બુમાબુમ કરતા તેનું મોઢું દબાવી ધમકી આપી હતી.

આ ઘટનાની જાણ જયારે સગીરના પરિવારને થઇ ત્યારે તેઓએ આ બાબતે નરોડા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલિસે હાલ આરોપીની ધરપકડ કરી છે. ઘટનાની વિગત તપાસીએ તો, મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ સરદારનગરમાં રહેતા 30 વર્ષીય પુરુષને ચાર બાળકો છે અને તેઓ સમોસાની લારી ચલાવી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો એક મિત્ર છે જેની પત્ની બે માસથી બહાર ગઈ હોવાથી તે ટિફિન બનાવી તેનું ફર્નિચરનું જ્યાં કામ ચાલે છે ત્યાં દીકરા પાસે ટિફિન પહોંચાડે છે.

પ્રતિકાત્મક તસવીર

ત્યારે લગભગ 6 જાન્યુઆરીના રોજ આ 30 વર્ષીય પુરુષનો એક 13 વર્ષનો દીકરો ટિફિન લઈ રિક્ષામાં ગયો હતો. જ્યા તેણે તેના પિતાના મિત્રને ટિફિન આપ્યું હતું. ત્યારબાદમાં આ સગીર અને તેના પિતાના મિત્ર તથા રાકેશ નામના કારીગર જમવા બેઠા હતા. જમ્યા બાદ સગીરના પિતાના મિત્ર સુઈ ગયા ત્યારે એક કારીગરે આ સગીરને ઉપરના માળે આવવા કહ્યું અને તે બાદ સગીર ત્યા ગયો અને તે કંઇ સમજી શકે તે પહેલા જ આરોપીએ પોતાનું પેન્ટ કાઢી નાખ્યુ અને બાદમાં સગીરના કપડા પણ કાઢી નાખ્યા હતા.

પ્રતિકાત્મક તસવીર

તે બાદ આરોપીએ આ સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. સગીરને દુખાવો થતા તેણે બુમાબૂમ કરી અને તે બાદ આરોપીએ તેનું મોં દબાવી દીધું. જયારે રડતા રડતા સગીર ઘરે પહોંચ્યો ત્યારે તેણે તેના માતા પિતાને આ અંગે જાણ કરી. જે બાદ સગીરના પિતાએ પોલીસને આ બાબતે જાણ કરતા પોલીસે આરોપી સામે પોકસો એક્ટ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. હાલ આરોપી યુવાનને ઝડપી જેલ હવાલે કર્યો છે.

Shah Jina