અમદાવાદમાં કોરોનાનો બૉમ્બ ફૂટ્યો, નવો આંકડો જાણીને પગ નીચેથી જમીન ખસી જશે

0

સમગ્ર વિશ્વમાં કોવિડ ૧૯ મહામારીએ ભરડો લીધો છે અને ગુજરાત સરકાર તથા તંત્રની રાત-દિવસની મહેનત કરી રહ્યા છે છતાં પણ વાયરસ કાબૂમાં લેવો મુશ્કેલ બની રહ્યો છે. અમદાવાદ શહેરમાં પરિસ્થિતિ સુધરવાને બદલે દિવસેને દિવસે બગડતી જાય છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નવા 396 કેસ નોઁધાયા છે, જ્યારે 27 મૃત્યુ પામ્યા છે અને 289 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી કોવિડ માહિતી મુજબ કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 13,669 જ્યારે મૃત્યુઆંક 829એ પહોંચ્યો છે. રાજ્યમાં 6169 દર્દીઓને અત્યારસુધીમાં રજા આપવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ 277 કેસ નોંધાયા છે તો વડોદરા શહેરમાં 35 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 289 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ હોસ્પિટલ રજા આપવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 6169 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.

ન્યુ નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 277, સુરતમાં 29, વડોદરામાં 35, જૂનાગઢ 8, ગીર-સોમનાથ 6, ગાંધીનગરમાં 9, અવલ્લીમાં 5, રાજકોટ-મહેસાણામાં 4-4, આણંદ- તાપીમાં 3-3, મહીસાગર, ખેડા, પાટણ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં 2-2, મોરબી, પોરબંદર, નવસારીમાં એક એક કેસ નોંધાયા છે. હાલ સુધીમાં કોવિડનો કુલ આંકડો 13669 થયો છે. જેમાંથી 73 વેન્ટિલેટર પર, 6598ની હાલત સ્થિર, 6169 ડિસ્ચાર્જ થયા છે, જ્યારે 829 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં 178068 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 13669 પોઝિટિવ જ્યારે 164399ના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.

જો કે ગુજરાતમાં કોવિડને લઈ સૌથી ચિંતાજનક પરિસ્થિતિ અમદાવાદ શહેરમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં કોવિડ ૧૯ ની ટોટલ કેસોની સંખ્યા 10001 થઈ ગઈ છે. જ્યારે કુલ મૃત્યુ 669 અને ડિસ્ચાર્જનો કુલ આંક 3864 પર પહોંચ્યો છે. આજે પણ અમદાવાદમાં કોરોનાને કારણે 24 લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તેવામાં અમદાવાદમાં કોરોનાની ગતિ ઓછી નથી થતી.

રાજ્યમાં કુલ કેસ : 13669

રાજ્યમાં કુલ મોત : 829

Image Source

રાજ્યમાં કુલ સ્વસ્થ : 6169

આ બધા સમાચાર વચ્ચે એક રાહતના સમાચાર એ છે કે અમદાવાદ શહેરમાં 15 દિવસમાં (5થી 21 મે દરમિયાન) કોરોનાના દર્દીઓનો રિકવીર રેટ 140 ટકા વધી ગયો છે. જે દેશના રિકવરી રેટ કરતા 3 ગણો વધુ છે. દેશભરમાં સૌથી વધુ કોરોનના કેસ સામે આવ્યા હોય એવા શહેરોમાં અમદાવાદ પણ સામેલ છે,

Image Source

ત્યારે અમદાવાદમાં શુક્રવારે 24 કલાકમાં 25 લોકોના મૃત્યુ વચ્ચે તંત્ર દ્વારા રિકવરી રેટ વધવાનો દાવો કરવામાં આવ્યો છે. શુક્રવારે મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે હેલ્થ ઓફિસરો સાથે મિટિંગ કરી હતી, જે પછી જણાવાયું હતું કે 5 મેના રોજ અમદાવાદ શહેરનો રિકવરી રેટ 15.85 ટકા હતો જે 15 દિવસમાં 9 ગણો વધીને 140 ટકા થઈ ગયો છે. તેની સામે ગુજરાતનો રિકવરી રેટ 92 ટકા અને દેશનો રિકવરી રેટ 43 ટકા છે.

છેલ્લા 15 દિવસનો રિપોર્ટ જોવામાં આવે તો અમદાવાદમાં કોરોના વાયરસનો શિકાર થયા બાદ સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા 15 ટકાથી વધીને 38 ટકા સુધી પહોંચી ગઈ છે. આ રીતે શહેરમાં રિકવરી રેટ ડબલથી પણ વધી ગયો છે. જેની સરખામણીમાં રાજ્યમાં 15 દિવસ પહેલા જે રિકવરી રેટ હતો, તેમાં 92 ટકાનો વધારો નોંધાયો છે. 5 મે સુધી રાજ્યમાં 22 ટકા દર્દી સાજા થઈ રહ્યાં હતા, જ્યારે 21 મેના આંકડા પ્રમાણે રિકવર થનાર દર્દીઓની સંખ્યા 42 ટકા થઈ ગઈ છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.