ખબર

બ્રેકિંગ ન્યૂઝ:કોંગ્રેસના આ દિગ્ગજ નેતાનું થયું નિધન, પીએમ મોદી પણ દુઃખી થયા

ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું 71 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમના પુત્ર ફૈઝલે ટ્વીટ કરીને માહિતી આપી હતી. અહેમદ પટેલ ઓક્ટોબર મહિનામાં કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવેલો હતો. ત્યારથી તેઓ કોવિડની સામે લડાઈ કરી રહ્યા હતા પણ આજે સવારે 3.30 વાગ્યે મેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ મૂળ ભરૂચના રહેવાસી હતા.

પુત્ર ફૈઝલ પટલે ટ્વીટર પર જણાવ્યુ હતુ કે, તમામ લોકોએ કોવિડની ગાઈડલાઈનું પાલન કરવું જાઈએ અને ભીડવાળી જગ્યાએ ન જવુ જોઈએ.. આ સાથે તેમણે ટ્વિટર પર ભાવુક પોસ્ટ પણ કરી હતી.

નોંધનીય છે કે તેમના નિધન પર નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું છે. તેમને ટ્વિટ કરી છે કે કે અહેમદ પટેલ જીના અવસાનથી દુ:ખ થયું છે. તેમણે જાહેર જીવનમાં વર્ષો પસાર કર્યા, સમાજની સેવા કરી. તેઓ શાર્પ મન માટે જાણીતા, કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવામાં તેમની ભૂમિકા હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના પુત્ર ફૈઝલ સાથે વાત કરી અને શોક વ્યક્ત કર્યો. અહેમદભાઇના આત્માને શાંતિ મળે.