ધૂળેટીના દિવસે પતિએ બૈરીને ગળેટૂંપો દઈ ફાંસીએ લટકાવી દીધી, કારણ વાંચીને તમારું મગજ કામ કરતુ બંધ થઇ જશે

ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી હત્યાનો કિસ્સો ! પત્નિની હત્યા કરી આત્મહત્યામાં ખપાવવા કર્યો જોરદારનો કાંડ

ગુજરાતમાંથી ઘણીવાર આપઘાત અને હત્યાના કિસ્સા સામે આવે છે. કેટલીકવાર એવું પણ બને છે કે કોઇ વ્યક્તિ અન્ય વ્યક્તિની હત્યા બાદ તેને આત્મહત્યા અથવા તો અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ પણ કરતો હોય છે. જો કે, આવા કિસ્સામાં ઘણીવાર આરોપીઓનો ભાંડો ફૂટી પણ જતો હોય છે. ત્યારે હાલમાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી એક હત્યાનો કિસ્સો સામે આવ્યો. જ્યાં આખો દેશ એક બાજુ ધુળેટીની ઉજવણી કરી રહ્યો હતો ત્યાં એક પતિએ તેની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી અને આ હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો. કારણ બસ એટલું જ હતુ કે મૃતક પત્ની તેની સાથે હોવા છતાં પૂર્વ પતિ સાથે વાતો કરતી હતી.

જો કે,આ વાતની જાણ થયા બાદ આરોપી પતિએ પત્નીને મારીને પંખા પર લટકાવી દીધી અને સમગ્ર મામલાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો પણ પીએમ રિપોર્ટમાં પતિનો ભાંડો ફૂટી ગયો. ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, મૃતકની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી, જેમાં તેમણે જણાવ્યુ કે, તે અને તેમના પતિ છેલ્લા 14 વર્ષથી નોકરી કરે છે અને તેમને સંતાનમાં બે દીકરીઓ છે. જેમાં મોટી દીકરી પુજા અને નાની કિરણ છે. તેમની દીકરી પૂજાએ પહેલા મહેસાણા ખાતે રાકેશ પટેલ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા અને આ લગ્નથી તેને એક 12 વર્ષનો દીકરો છે.

જો કે, તે બંનેને મનમેળ ન આવતા તેમણે છૂટાછેડા લીધા હતા અને પછી તેમની દીકરી ફરી તેમની સાથે તેમના ઘરે રહેવા ચાલી ગઇ હતી. જો કે, બે-અઢી વર્ષ પહેલા પૂજાએ મેહુલ મહેરીયા સાથે બીજા લગ્ન કર્યા અને આ લગ્નથી પણ પૂજાને એક દીકરો છે અને છેલ્લા છ એક મહિનાથી મેહુલ અને પુજા વચ્ચે બોલાચાલી અને ઝગડા થતા. ત્યારે 5 માર્ચના રોજ બપોરના સમયે જ્યારે ફરિયાદી અને તેમના પતિ ઘરે હાજર હતા ત્યારે બપોરે બે વાગ્યા આસપાસ પુજાનો ફરિયાદીના પતિના ફોનમાં ફોન આવ્યો અને તેણે જણાવ્યું કે મમ્મી તમે અહીંયા મારા ઘરે આવો અને મને અહીંથી લઇ જાવ.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

મારા પતિ મારી સાથે બોલાચાલી અને ઝઘડો કર્યા કરે છે. મારે તેમની સાથે રહેવું નથી. જો કે, તે સમયે ફરિયાદીની તબીયત સારી ન હોવાને કારણે ચારેક વાગ્યાની આસપાસ તેમના પતિ પુજાના ઘરે ગયા અને ત્યાં તેણે કહ્યું કે પપ્પા મારે તમારી સાથે જ આવવું છે, અહીંયા રહેવું નથી. જો કે, આ દરમિયાન પૂજાના બીજા પતિ મેહુલે મૃતકના પિતાને કહ્યું કે તમે અહીંથી જતા રહો. હું તેને તમારા ઘરે મુકી જઈશ. તે બાદ પૂજાના પિતા નીકળી ગયા પણ ઘણો સમય થવા છતા મેહુલ પૂજાને મૂકવા ના આવ્યો અને બંનેના ફોન પણ બંધ આવવા લાગ્યા,

તસવીર સૌજન્ય : ઝી ન્યુઝ ગુજરાતી

ત્યારે રાત્રે અગીયારેક વાગ્યા આસપાસ મેહુલનો ફોન આવ્યો અને તેણે કહ્યુ કે તમે જલદી ઘરે આવો પુજાએ કાંઇ કરી લીધું છે. આ પછી ફરિયાદીએ તેમના નાના જમાઇને ફોન કરીને જાણ કરી અને તેઓએ મેહુલને ફોન કરી પૂછ્યુ તો મેહુલે કહ્યુ કે પુજાએ ગળા ફાંસો ખાઈ લીધો છે. પુજાની સ્થિતિ જોઇ તેના પરિવારને કંઇ અજુગતુ લાગતા તેઓ 108 મારફતે પીએમ કરાવવા સિવિલ હોસ્પીટલ ખાતે લઇ ગયા. પીએમ થયા બાદ પોલીસ તથા ડોક્ટર સાથે ચર્ચા દરમિયાન સામે આવ્યુ કે પુજાએ ગળાફાંસો નથી ખાધો તેના ગળા પર લીગચર પ્રેશર છે અને તેને કારણે જ તેનું મોત થયુ છે. પૂજાએ આત્મહત્યા કરી ન હતી પણ આરોપી પતિ મેહુલે તેની સાથે ઝઘડો તકરાર બાદ તેનું ગળુ દબાવી તેને મારી નાખી હતી અને હત્યાને આત્મહત્યામાં ખપાવવા પ્રયાસ કર્યો હતો.

Shah Jina