ખબર

90,000વાળું બાઈક પણ અહી 5,000માં મળી જશે, ભારતમાં બાઈકના સૌથી મોટા બજાર વિશે જાણો…

ભારતમાં દરેક વર્ષ બાઈકનું વેચાણ વધુ રહ્યું છે. ત્યારે દેશ-વિદેશની કંપની તેનો ખુબ જ સારી રીતે ફાયદો ઉઠાવી રહી છે. સાથે જ બાઈક લોકોની મજબૂરી પણ બનતી જઈ રહી છે. આજે અમે તમને બાઈક સાથે જોડાયેલી એક ખાસ વાત જણાવીશું. જેઓ બાઇકના ખુબ જ શોખીન છે તેઓ મોંઘામાં મોંઘી બાઈક ખરીદી શકે છે, એકદમ સસ્તામાં…

ભારતમાં લગભગ બધી જ બાઈક કંપનીઓના શો રૂમ્સ છે. અહીં 60 હજારથી શરુ થઈને લાખો રૂપિયાની બાઈક્સ મળી જાય છે. દેશમાં ઘણા એવા બજારો પણ છે કે જ્યા સેકન્ડહેન્ડ બાઈક્સ મળે છે. આ માર્કેટમાં બાઈકની કિંમત પર ભાવતાલ પણ કરાવી શકાય છે. અહીં લાખો રૂપિયાની બાઈક્સ પણ અડધાથી ઓછા ભાવે ખરીદી શકાય છે.

Image Source

અમે તમને જણાવીશું કે એવી કઈ જગ્યાઓ છે કે જ્યાથી તમે મોંઘી બાઈક્સ સસ્તા ભાવે ખરીદી શકો છો. અહીં તમને 1 લાખ રૂપિયાની બાઈક પણ 30 હજાર રૂપિયામાં મળી શકે છે. જો કે આ માટે તમારે ભાવતાલ કરાવવો પડશે.

દિલ્હીની વાત કરીયે તો સેકન્ડ હેન્ડ બાઈકનું માર્કેટ કરોલ બાગ, સુભાષનગર, લાજ્પત નગર અને ગીતા કોલોનીમાં છે. અહીં સેંકડો સેકન્ડહેન્ડ બાઈક હંમેશા સેલ માટે ઉભી જ હોય છે. અહીં તમને સેકન્ડ હેન્ડ સ્કુટી, સેકન્ડ હેન્ડ સ્પોર્ટ્સ બાઈક, સેકન્ડ હેન્ડ બુલેટ, પલ્સર, હાર્લે ડેવિડસન સહિતની તમામ બ્રેન્ડ્સની બાઈક ખરીદી શકો છો.

Image Source

જો વાત કરીએ મુંબઈની તો, વસઈ વેસ્ટમાં તમે સેકન્ડ હેન્ડ બાઈક ખરીદી શકો છો. આ સિવાય તમે ઓનલાઇન Olx, droom.in, bikedekho.com, bike4sale.com અને Quickr પરથી પણ સેકન્ડ હેન્ડ બાઈક ખરીદી શકો છો.

કિંમત વિશે વાત કરીએ તો જો બાઈક 6-12 મહિના જૂની હોય તો એ નવી બાઇકની કિંમતથી 30-40% ઓછી કિંમતે અહીં બાઈક મળી જશે. જો ઓછા બજેટની વાત કરીયે તો તમે 70,000 કે 90,000ની બાઈક માત્ર 5000-15000માં જ ખરીદી શકો છો. જેમાં સ્પ્લેન્ડર, પ્લેટિના, ડિસ્કવર જેવી બાઈક મળી જશે. સાથે જ સ્કુટી પણ 15000થી શરુ થતી રેન્જમાં મળી જશે.

Image Source

દિલ્હીના બજારમાં બાઈક ખરીદતા સમયે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન આપો. જેમ કે એ બાઈક ન ખરીદો જે 4 વર્ષથી જૂની હોય કે 30 હજાર કિમીથી વધુ ચાલી હોય, કારણે કે આવી બાઈક્સ સારી નથી હોતી અને તેની માઈલેજ પણ ખૂબ ઓછી હોય છે. જેથી 6 મહિનાથી 2 વર્ષ જૂની બાઈક જ ખરીદો.

બાઈક ખરીદતી વખતે એવા મિત્રને સાથે રાખો કે જે બાઈક વિશે જાણતો હોય. જેથી એ બાઈકની કન્ડિશન ચેક કરી શકે અને ટ્રાયલ લઈને તેની હાલત સમજી શકે. કારણ કે બાઇકના એન્જીનમાં ખરાબી હોઈ શકે છે કે કોઈ પાર્ટ નકલી પણ હોઈ શકે છે. એટલે જરૂરી છે કે તમે આ બાબતો ચેક કરવા માટે મિકેનિક અથવા બાઈક વિશે જાણકારી ધરાવતા મિત્રને સાથે લઈને જાઓ.

Image Source

ખરીદતા પહેલા ટેસ્ટ ડ્રાઈવ જરૂર લો. દુકાનદાર એ બાઈક તમને વેચવાની કોશિશ કરશે જે એને પસંદ હોય, પરંતુ ખરીદો એ જ જે તમને ગમતી હોય. જો કોઈ બાઈક ગમી જાય તો તેના 2-3 મોડલ ચોક્કસથી ટેસ્ટ કરો. સાથે જ આસ-પાસની 4-5 દુકાનો સાથે તેની પ્રાઈઝ ચેક કરી લો. બાઈક ખરીદતા સમયે ચેક કરો કે જે પેપર્સ તમને આપવામાં આવ્યા છે એ ઓરીજનલ છે કે પછી ડમી છે.