અમદાવાદમાં મહિલા વકીલને દૂધ વેચવા વાળાનો કડવો અનુભવ, પ્રેમમાં પાગલ થયેલા દૂધવાળાએ કહ્યું, “તું મારી નહિ તો કોઈની નહિ” અને પછી……..

અમદાવાદમાં બેશરમ દુધવાળાએ મહિલા વકીલને ન જોવાની જગ્યાએ ઘુરી ઘૂરીને જોતો પછી કર્યો કાંડ

મહિલાની જાતીય સતામણી અને અત્યાચારના કિસ્સાઓ ગુજરાતની અંદર સતત વધવા લાગ્યા છે. અમદાવાદમાંથી પણ અવાર નવાર મહિલાઓ સાથે છેડતી થયાની ફરિયાદો સામે આવતી રહે છે, ત્યારે હાલ એવો જ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જેમાં એક મહિલા વકીલને દૂધ વેચવાવાળાનો કડવો અનુભવ થયો છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના સોલા વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહેતી અને ભણેલી ગણેલી વકીલાત કરતી એક મહિલાના ઘરે ચાર વર્ષ પહેલા એક દૂધ વેચનાર પંકજ રબારી નામનો યુવક આવતો હતો, પંકજની નજર ખરાબ હોવાની વાત મહિલાએ તેના પરિવારજનોને કરી હતી જેના કારણે તેનું દૂધ બંધ કરાવી દીધું હતું.

પંકજ આ મહિલાના ઘરે દૂધ વેચવા આવતો હોવાના કારણે મહિલાનો નંબર પણ તેની પાસે હતો, જેના કારણે દૂધ બંધ થયા બાદ પણ તે મહિલાને ફોન કરીને અવાર નવાર હેરાન કરતો હતો. મહિલાને તે તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કરતો હતો, જેની મહિલાએ ચોખ્ખી ના કહી હોવા છતાં પણ મહિલાનો પીછો છોડતો નહોતો.

અવાર નવાર આવતા પંકજના ફોન અને મેસેજથી કંટાળીને મહિલાએ તેનો નંબર પણ બ્લોકમાં નાખી દીધો હતો. પરંતુ જયારે મહિલા તેના વકીલાતના કામકાજ માટે હાઇકોર્ટ જતી હતી ત્યારે તેને રસ્તામાં ઉભી રાખી અને હેરાન કરવા લાગ્યો, આ ઉપરાંત તેને અગાઉ એક ગોતામાં એક યુવતીની માતાને ચપ્પુ માર્યું હોવાનું કહીને ડરાવતો હતો અને પોલીસ ફરિયાદ કરી તો આવી ઘટના તારી સાથે બનશે એવી ધમકી પણ આપતો હતો.

આ ઉપરાંત પંકજ તે મહિલાને આપઘાત કરી લેવાની ધમકી આપી અને ઈમોશનલ બ્લેકમેઇલ પણ કરવા લાગ્યો હતો. મહિલાએ બદનામીના ડર અને કઈ અજુક્તું ના બને તે હેતુથી પોતાના પરિવારને પણ આ વાત જણાવી નહોતી પરંતુ આખરે કંટાળીને મહિલા વકીલે 23 સપ્ટેમ્બરના રોજ સોલા પોલીસમાં લેખિત અરજી કરી હતી. ત્યારબાદ પોલીસે પંકજને બોલાવ્યો અને આવું ફરી નહીં કરે તેવી બાંહેધારી આપી સમાધાન પણ કરાવતા ફરિયાદ નોંધાવી ન હતી.

પરંતુ આ ઘટના બાદ પણ પંકજ અટક્યો નહિ અને  બે દિવસ પહેલા સવારના સમયે મહિલા વકીલ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગઈ હતી અને ત્યાંથી સિનિયર વકીલની ઓફિસથી પરત ફરી રહી હતી તે સમયે પંકજ ઓફિસ નીચે જ ઉભો હતો. અને જ્યાં સુધી મહિલા તેના ઘરે ના પહોંચી ત્યાં સુધી પંકજ તેનો પીછો કરતો હતો. આ વાતની જાણ મહિલાના ભાઈ અને તેના પિતાને થતા અંતે પંકજ વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Niraj Patel