બરોડા એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, કારનું ટાયર ફાટતા ઉછળી ટ્રક સાથે અથડાઇ, 3ના મોત-2 ઘાયલ

ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે, કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 3ના મોત, 2 ઘાયલ

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી લગભગ દરરોજ અકસ્માતની ઘટનાઓ સામે આવે છે, ત્યારે હાલમાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પરથી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, આ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. બિલોદરા બ્રિજ પાસે કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો.

રાજસ્થાનથી સુરત જતા સમયે કારનું ટાયર ફાટતા કાર ડિવાઇડર કુદી રોંગ સાઇડ જતી રહી હતી અને સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતને પગલે કારનો કુરચો બોલાઇ ગયો હતો. અકસ્માત બાદ સ્થાનિકોએ ભારે જહેમત બાદ પતરું તોડી મૃતદેહને બહાર કાઢ્યા હતા. અકસ્માતને પગલે બે કલાક સુધી એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ બિલોદરા બ્રિજ પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં ત્રણના ઘટના સ્થળે મોત નિપજ્યા જ્યારે બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડાયા છે. આ અકસ્માત આજે સવારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર સર્જાયો.

Shah Jina