અમદાવાદના વટવાનો યુવાન અચાનક ઢળી પડ્યો, ગરબા રમતા રમતા જ હૃદયના ધબકારાએ સાથ છોડ્યો- સમગ્ર અહેવાલ
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
હાલ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે અને આ દરમિયાન ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી રહ્યા છે, ત્યારે આ સાથે સાથે ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના પણ અનેક બનાવો બની રહ્યા છે. હાલમાં જ અમદાવાદમાંથી આવો કિસ્સો સામે આવ્યો, જેમાં વટવાના રવિ પંચાલ નામના યુવકનું ગરબા રમતા રમતા અચાનક ઢળી પડ્યા બાદ મોત થયું.
હાલ તો આ યુવકના મોતનું પ્રાથમિક તારણ હાર્ટએટેક હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે, ત્યાં થોડા દિવસો પહેલા જ સુરત અને નવસારીમાં પણ આવી જ ઘટના બની હતી, જ્યાં યુવાનો ગરબા રમતા રમતા હાર્ટએટેક આવતા મોતને ભેટ્યા હતા.
જણાવી દઇએ કે, તાજા રિપોર્ટ પ્રમાણે રાજકોટમાં ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં જ એટલે કે 1થી4 ઓકટોબર સુધી હાર્ટ એટેકના 63 બનાવો બન્યા. ચાલુ વર્ષમાં સૌથી વધારે હાર્ટ એટેકના કેસ સપ્ટેમ્બર મહિનામાં 451 નોંધાયા જ્યારે સૌથી ઓછા કેસ જૂન મહિનામાં 324 નોંધાયા. જણાવી દઇએ કે, જો તમારે સતત 3-4 કલાક ગરબા રમવા છે તો પહેલા જ હેલ્થ ચેકઅપ કરાવી લો અને બ્લડપ્રેશર, સુગર તેમજ ડાયાબિટીસ મપાવી લો.
આ ઉપરાંત ઘરનો સ્વચ્છ ખોરાક લો અને સતત જંકફૂટ-પેકેજિંગ ફૂડ ન ખાઓ અને નવરાત્રિના તહેવારમાં ઉજાગરા કરવાનું ટાળો. જો પૂરતી ઉંઘ નહિ મળે તો ધબકારા અને પ્રેશર વધી શકે છે. આ ઉપરાંત તમાકુ, સિગારેટ અને આલ્કોહોલ જેવા માદક દ્રવ્યોથી દૂર રહો. જે દિવસે માંદગી હોય તે દિવસે ગરબા રમવાનું ટાળો. હાર્ટ એટેકથી બચવા હ્રદય તણાવમુક્ત રાખવું જરૂરી છે.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં