અમદાવાદમાં વધ્યો આવારા તત્વોનો ત્રાસ ! પોતાને બોબી દાદા માનતો રોમિયો નિર્વસ્ત્ર થઇ યુવતિ સાથે કરવા લાગ્યો એવી હરકત કે…

હાલ તો સમગ્ર ગુજરાતમાં એક જ કેસ ચર્ચામાં છે, તે છે ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડ… સુરતમાં જાહેરમાં જ ફેનિલ ગોયાણી નામના યુવકે એકતરફી પ્રેમમાં પાગલ થઇને ગ્રીષ્માની હત્યા કરી નાખી હતી. તેણે જ્યાં હત્યા કરી ત્યાં ગ્રીષ્માના પરિવાર સહિત ઘણા લોકો સામેલ હતા. ત્યારે હાલમાં જ અમદાવાદમાં આવો જ કિસ્સો બનતા બનતા રહી ગયો છે. જો કે, પોલિસે આ રોમિયોને કાયદાનો પાઠ ભણાવ્યો છે અને ગ્રીષ્મા જેવો કિસ્સો બનતા અટકાવ્યો છે. આ યુવક પોતાને બોબી દાદા માનતો હતો. યુવતિ તેનાથી કંટાળી ગઇ હતી અને હેરાન પરેશાન થઇ ગઇ હતી જેના કારણે તેણે પોલિસની મદદ માંગી અને પોલિસે તેને ગણતરીના કલાકોમાં પકડી લીધો અને કાયદાનું ભાન કરાવ્યુ.

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદના મણિનગરની આ ઘટના છે. ઘટનાની વિગત તપાસીએ તો, યુવતિ પરિવાર સાથે રહે છે અને તે કોલેજમાં અભ્યાસ કરે છે. જયારે યુવતિ તેના કોઇ કામથી ઘરેથી નીકળતી તો રોમિયો એટલે કે બોબી દાદા તેને એવું કહેતો કે માલ કયાં જાય છે. આ ઉપરાંત તે એવું પણ કહેતો કે મારી સાથે વાત કર. પરંતુ આ રોમિયોની હદ તો ત્યારે થઇ ગઇ જયારે તેણે ગંદી ગંદી ગાળો બોલવાનું શરૂ કર્યુ અને મારી નાખવાની ધમકી આપી.

તસવીર સૌજન્ય : ન્યુઝ 18 ગુજરાતી

ઉલ્લેખનીય છે કે, 2 માર્ચના રોજ આ યુવક યુવતીના ઘરે આવ્યો અને તેની માતા સાથે તેણે હદ વટાવી દીધી. તે યુવતિને ગંદી ગાળો બોલી અને ધમકી આપી રહ્યો હતો. તેણે યુવતિની માતા સાથે પોતાના કપડા ઉતારી દીધા અને ગંદી ગાળો બોલી યુવતિને બહાર આવવા કહ્યુ અને ગુપ્તાંગ બતાવી યુવતીને છરીથી મારી નાંખવાની ધમકી આપી હતી.આ મામલો ગંભીર લાગતા મેઘાણીનગર પોલીસે તાત્કાલિક ટીમ રવાના કરી અને આરોપીને પકડી પાડ્યો હતો. હાલ આરોપી સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

Shah Jina