અમદાવાદની પરણિતાને થયો દિયર સાથે થયો પ્રેમ, બીભત્સ ફોટા પરણિતાના સાસરે બતાવ્યા બાદ થયુ એવું કે…

ગુજરાતમાંથી અવાર નવાર પ્રેમ સંબંધ અને અવૈદ્ય સંબંધોના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર પરણિત હોવા છત્તાં પતિ અથવા પત્ની બંનેમાંથી એક અન્ય સાથે રિલેશનમાં હોય છે અને આ વાત જયારે સામે ત્યારે ઘરવાળા પણ ચોંકી ઉઠતા હોય છે. ત્યારે હાલ અમદાવાદમાંથી અવૈદ્ય સંબંધોનો એવો કિસ્સો સામે આવ્યો છે જે ખૂબ જ હેરાન કરી દે તેવો છે. અમદાવાદમાં લગ્ન બાદ યુવતિને પતિના માસીના દીકરા એટલે કે દિયર સાથે પ્રેમ થયો હતો અને દિયર સાથે સંબંધ રાખવો હવે પરણિતાને ભારે પડ્યો છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

પ્રેમી અંગતપળોના ફોટા બતાવી પ્રેમસંબંધ રાખવા પરણિતાને બ્લેકમેઈલ કરી રહ્યો હતો અને તેણે એવા ફોટો પરણિતાના સાસરીયાઓને પણ બતાવી દીધાં હતાં. જે બાદ પરણિતાને તેની સાસરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી. પ્રેમીએ તેને એક મહિના સુધી રૂમમાં પુરી રાખી અને તેના પર ત્રાસ ગુજાર્યો. ત્યારે કંટાળી આખરે યુવતીએ અભયમની મદદ લીધી. અભયમ ટીમને ફોન કરતા તેઓ પહોંચે તે પહેલાં પ્રેમી યુવતીને લઇને નાસી ગયો અને તેને રસ્તામાં મૂકી ફરાર થઇ ગયો હતો.

જે બાદ મહિલા હેલ્પલાઇનની ટીમે યુવતીને તેના ધર્મના ભાઈ-ભાભીના ઘરે સુરક્ષિત રીતે પહોંચાડી હતી.ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર અમદાવાદના વસ્ત્રાલમાંથી આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક યુવતીએ અભયમ મહિલા હેલ્પલાઈન 181માં ફોન કરીને કહ્યુ કે, તેને તેના પ્રેમીએ જબરદસ્તી ઘરમાં પુરી રાખી છે અને તેને તેની સાથે રહેવુ નથી. જે બાદ મહિલા હેલ્પલાઈનની ટીમે ફોન પર સરનામું પૂછ્યું હતુ પરંતુ પરણિતા કહી શકી ન હતી. જે બાદ તેનો ફોન પણ બંધ આવતો હતો.ટીમ જેમ તેમ કરી અધૂરા સરનામે પહોંચી.

પ્રેમીનો ફોન પણ બંધ હતો. પ્રેમીને  આ વાતની જાણ થતા તે પરણિતાને લઈને ત્યાંથી જતો રહ્યો હતો. અભયમની ટીમ વસ્ત્રાલના એક ફ્લેટમાં પહોંચી હતી. ફ્લેટના એક સભ્ય દ્વારા ફોન નંબર તેના મોબાઈલમાં ડાયલ કરતા નંબર આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે આજે જ આ વ્યક્તિ પાર્કિંગના સ્ટીકર લઈ ગયો હતો. ત્યારે પરણિતાનો ફોન ટીમ પર આવ્યો અને કહ્યુ કે, તેનો પ્રેમી તેને રસ્તે છોડી ચાલ્યો ગયો છે. જે બાદ અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચી અને યુવતીની પુછપરછ કરી.

પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે યુવતીના માસીજીના દિકરા સાથે લગ્ન થયાના 6 મહિના બાદ તેને પ્રેમ થયો હતો. જે બાદ બંને એકબીજાને મળતા પણ હતા. આ દરમિયાન પ્રેમીએ અંગતપળોના ફોટો અને વીડિયો ઉતારી લીધા હતા અને તે પરણિતાના સાસરીમાં અને તેના પતિને બતાવ્યા હતા. જે બાદ તેને તેની સાસરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી. યુવતીને કોઈ પોલીસ ફરિયાદ કરવી ન હતી અને તેના ધર્મના ભાઈ-ભાભીના ઘરે રહેવું હોવાથી ટીમે તેને તેના ધર્મના ભાઈ-ભાભીના ઘરે મોકલી આપી હતી.

Shah Jina