અમદાવાદમાં પત્નીએ પતિની હત્યા માટે અધધધ લાખની સોપારી આપી, મોતનો ખૂની ખેલ સાંભળીને ધ્રુજી જવાશે

ગુજરાતમાંથી હત્યાના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ક્યારેક પ્રેમ સંબંધમાં તો ક્યારેક લગ્નેતર સંબંધોમાં હત્યા કરી દેવામાં આવતી હોય છે. ઘણીવાર અંગત અદાવત રાખી પણ હત્યા કરી હોવાના કિસ્સાઓ બનતી રહે છે. પરંતુ હાલમાં જે હત્યાનો કિસ્સો સામે આવ્યો તેમાં કોઇ અંગત અદાવત, પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધ કારણ નથી. હાલમાં અમદાવાદમાંથી જે હત્યાનો કિસ્સો સામે આવ્યો તેમાં એવું છે કે પતિથી ખુશ ન હોવાને કારણે પત્નીએ હત્યા માટે સોપારી આપી હતી.

આ કિસ્સો સામે આવતા જ ચકચાર મચી જવા પામી હતી. ગત મંગળવારના રોજ એલિસબ્રિજની લેબોરેટરી નજીક સાંજે એક રિક્ષાચાલક પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. એવામાં રિક્ષાચાલક હત્યા કોણે કરી અને શા માટે કરી એ પ્રશ્ન મહત્વનો હતો ? ત્યારે એલિસબ્રીજ પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. આ હત્યા કેસમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચ પણ કામે લાગી હતી. ત્યારે હવે આ હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો છે. મૃતક રિક્ષાચાલકની પત્નીએ જ પતિની હત્યા કરાવી હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં પોલિસે 6 આરોપીઓને ઝડપી લીધા છે, જો કે એક હજુ પણ ફરાર છે.

આ ઘટનાનો ભેદ પોલિસે સીસીટીવી ફુટેજથી ઉકેલયો હતો.આ કેસમાં પોલીસે રૂપલબેન શાંતિલાલ ધંધુકિયા, શકીલ ઉર્ફે લખપતિ સિરાજુદ્દીન શેખ, ફયાઝુદ્દીન બસીરુદ્દીન શેખ, શાહરુખ મહેબૂબખાન પઠાણ, સાબિર હુસેન અનવર હુસેન અન્સારી અને મો.ઈમ્તિયાઝ મો.યુસુફ શેખની ધરપકડ કરી છે. પત્ની રૂપલે જ ચાર લાખ રૂપિયાની સોપારી પતિની હત્યા માટે આપી હતી.

જે પૈકી 2 લાખ તો એડવાન્સ આપવામાં આવ્યા હતા.રૂપલ એમ્બ્રોઈડરીનું કામ કરતી હતી અને તે કામને લઇને ફૈઝુની દુકાને આવતી જતી રહેતી હતી. જ્યાં ફૈઝુ સાથે તેની ઓળખાણ થયા બાદ તેણે ફૈઝુ અને તેના મિત્ર સાબિરને જણાવ્યું કે, તે તેના પતિ શાંતિલાલથી ખુશ નથી અને તે માટે તેની હત્યા કરાવવી છે. તેણે એું પણ કહ્યુ હતુ કે તે ખર્ચો કરવા પણ તૈયાર છે. રૂપલે સોપારી આપવાની તૈયારી કરતાં ફૈઝુ અને સાબિરે આ કામ માટે શકીલને સોપારી આપી હતી

અને શકીલે આ કામ શાહરૂખ, ઇમ્તિયાઝ અને અલ્તમસને સોપ્યું હતું. પોલીસે સીસીટીવી તપાસ્યાના ગણતરીની મિનિટો બાદ જ ઇમ્તિયાઝને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરી હતી જે બાદ તેણે તેનો ગુનો કબૂલ કર્યો હતો. જે બાદ પોલીસે જ્યારે શાહરૂખ અને બાબાની સંયુક્ત પુછપરછ કરી ત્યારે તેમણે પણ કબુલાત કરી કે શકિલ નામના વ્યકિતએ તેમને રિક્ષાચાલક શાંતિલાલની હત્યાની સોપારી આપી હતી.

જે બાદ પોલિસે શકીલને શોધી કાઢ્યો અને તેની પૂછપરછમાં શાહઆલમમાં દુકાન ધરાવતા ફૈઝુદ્દીનનું નામ સામે આવ્યુ. પોલીસે ફૈઝુદ્દીનને ઝડપી અને તેની પૂછપરછ કરી જે બાદ તેણે પોતાના મિત્ર સાબિર અંસારી સાથે મળી હત્યાનું કાવતરૂ ઘડ્યું હોવાનું જણાવ્યું. ફૈઝુએ જણાવ્યું કે, શાંતિલાલની હત્યા માટે તેની પત્નીએ જ સોપારી હતી અને તેણે ચાર લાખ પૈકી બે લાખ તો એડવાન્સ આપ્યા પણ હતા.

Shah Jina