ગુજરાતમાંથી ઘણાવાર પતિ-પત્ની વચ્ચે ઝઘડાના કિસ્સા સામે આવે છે જેમાં ઘણીવાર વાત છૂટાછેડા સુધી તો ઘણીવાર હત્યા સુધી પહોંચતી હોય છે. જો કે, કેટલીકવાર 181 અભયમ મહિલા હેલ્પલાઇન પણ ઘણા કિસ્સાઓ સોલ્વ કરે છે. ગુજરાતમાં ઘરેલું હિંસાના કિસ્સાઓ દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે ત્યારે હાલમાં અમદાવાદના શાહીબાગમાંથી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો, જેમાં એક મહિલાએ 181 અભયમને જણાવ્યું કે તેનો પતિ દરરોજ રાત્રે તેની સાથે ઝઘડો કરતો અને પ્રાઈવેટ પાર્ટમાં ઈજા પહોંચાડતો.

આ ઉપરાંત જો ઝઘડો વધી જાય તો નિર્વસ્ત્ર કરીને માર પણ મારતો. ત્યારે આખરે મહિલાએ અભયમ મહિલા ટીમની સહાય લીધી. મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઈનમાં ફોન કરીને જણાવ્યુ કે, તેના પતિએ વિકૃતિની તમામ હદ વટાવી નાખી છે અને તે રોજ મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં ઈજા પહોંચાડે છે. આ ઉપરાંત તે નિર્વસ્ત્ર કરી માર પણ મારે છે. લગ્ન બાદથી જ પતિ આવી રીતે વર્તન કરે છે અને ગડદાપાટુનો માર પણ મારે છે.

આ ઉપરાંત તે મહિલાને નિર્વસ્ત્ર કરી અભદ્ર ભાષાનો પ્રયોગ પણ કરે છે. આ બધુ સહન ન થતા મહિલાએ પોતાની આપવીતી અભયમ મહિલા ટીમ સામે વર્ણવી હતી. મહિલાએ એમ પણ જણાવ્યુ હતુ કે તેનો પતિ પ્રાઈવેટ પાર્ટ પર મુક્કા અને લાતો પણ મારે છે. આ ત્રાસ સહન ન થતા તે છૂટાછેટાની માગ કરે તો પતિ ઉશ્કેરાઈ જાય છે અને વધારે વિકૃતિની હદ વટાવી નાખે છે.

ઉલ્લેખનીય છે કે, મહિલાનો પતિ તેને ગુપ્ત ભાગમાં પટ્ટાથી પણ માર મારતો. અહેવાલો અનુસાર, મહિલાના પતિનું માનસિક કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું અને ટીમે પત્ની સાથે આવું કૃત્ય ન કરવા સલાહ આપી. આ ઉપરાંત અભયમની ટીમે પતિ પત્નીના કાઉન્સેલિંગ બાદ મહિલાને તેના સંબંધીના ઘરે મોકલી આપી હતી.