અમદાવાદ : પત્નીના પ્રેમીએ કરી પતિની હત્યા, રેકોર્ડિંગથી ખુલ્યો હત્યાનો ભેદ
Ahmedabad Murder Case : ગુજરાતમાંથી ઘણા હત્યાના મામલા સામે આવે છે, કેટલીકવાર પ્રેમ પ્રકરણમાં તો કેટલીકવાર અંગત અદાવતમાં હત્યાના મામલા બને છે, ત્યારે હાલમાં અમદાવાદમાંથી હત્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અમદાવાદ ગ્રામ્યના કણભામાં આવેલ એક ગામમાં એક યુવકની હત્યા થઇ હતી અને આ કેસમાં પોલિસ તપાસમાં આરોપી બીજુ કોઇ નહિ પણ મૃતકની પત્ની અને મિત્ર હોવાનું ખુલ્યુ.
અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં હત્યા
મૃતકની પત્નીને પતિના મિત્ર સાથે પ્રેમ સંબંધ હોવાથી યુવકનું ગળુ દબાવી તેની હત્યા કરાઇ હોવાનો ખુલાસો થયો. આરોપી પ્રેમીએ હત્યા બાદ મૃતકની પત્નીને સમગ્ર ઘટના ફોનમાં જણાવી હતી અને આ ઓડિયો ક્લિપ મળી આવતા પોલીસે બંનેની સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી. મુળ ઉત્તરપ્રદેશનો હાકિમસિંગ યાદવ પત્ની કિરણદેવી અને ચાર સંતાનો સાથે વતનમાં રહેતો હતો.
કિરણદેવીએ ગામના સર્વેશસિંહ યાદવની સિક્યોરિટી કંપની અમદાવાદમાં ચાલતી હોવાને કારણે તેને નોકરી કરવા મોકલ્યો હતો. કણભાના ધામતવણ ગામના યમુના એસ્ટેટમાં હાકિમસિંગના બાજુના ગામનો દિપુ શાક્યા પણ નોકરી કરતો હતો. ત્યારે ગત 8 ઓગસ્ટે હાકિમસિંગ અમદાવાદ આવ્યો હતો. 21 તારીખે ગ્રામ્ય પોલીસે હાકિમસિંગની પત્નીને ફોન કરીને જણાવ્યુ કે હાકિમસિંગને ઇજાઓ પહોંચતા હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો અને ત્યાં તેનું મોત નિપજ્યુ.
પ્રેમી સાથે મળી પતિની કરાવી દીધી હત્યા
આ જાણ હાકિમસિંગના પરિવારજનોને થતા તેઓ આવી પહોંચ્યા હતા. ત્યારે હાકિમસિંગના ફોનમાંથી કેટલીક ઓડિયો ક્લીપ મળી. આ હાકિમસિંગની પત્ની અને દિપુની વાતચીતના અંશ હતા. દિપુએ જ હાકિમસિંગની પત્નીને ફોન કર્યો અને “આંખ મિચકે દબાય દો, ઔરત હું એસી બાતે ન કરો વરના હિંમત ઉખડ જાયેગી, પ્યાર ભરી બાતો કરો જો હિંમત ન ઉખડને દો…
દુનિયા કી નજર મેં રોના તો હૈ રોયેંગે નહિ તો આદમી કો શક હોય જાયેગા… જોસો પડો હૈ વેસો પડો રહે તો સમજ લેના ખેલ ખત્મ”. જે બાદ આ ઓ઼ડિયો ક્લિપ સામે આવતા જ કણભા પોલીસે દિપુ અને કિરણદેવી સામે ગુનો નોંધ્યો અને બંનેની ધરપકડ કરી.