અમદાવાદ : જમીન ખાલી કરાવવા બાબતે મારામારી, ધોકા-તલવારો સાથે મોટું ધીંગાણું; પથ્થરમારો કરી વાહનોમાં તોડફોડ, જુઓ

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હાઇવે પાસે આવેલ ભુવલડી ગામે જમીન ખાલી કરવવા મામલે ટોળાએ આતંક મચાવ્યો હતો. આ મામલે હજુ સુધી કોઇ ફરિયાદ નથી નોંધાઇ પણ વીડિયો સામે આવ્યા પછી નિકોલ પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરાઇ છે. આ બબાલમાં કોણ સામેલ હતું અને કેટલા લોકો મારામારી કરવા આવ્યા હતા, તેમજ કયા સંજોગોમાં આ માથાકૂટ થઈ હતી એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, અમદાવાદના સિંગરવા પાસે આવેલ ભુવલડી ગામમાં જમીન ખાલી કરાવવા બાબતે મારામારી અને પથ્થરમારો થયો હતો. કેટલાક લોકો હાથમાં તલવારો લઇ પહોંચ્યા હતા અને ત્યાં આવેલી ગાડીઓ પર મારી હતી. આ ઉપરાંત કેટલીક જગ્યાએ પથ્થરમારો કરીને વાહનોમાં તોડફોડ પણ કરી હતી.

હાલ તો પોલિસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ માથાકૂટમાં કોણ કોણ સામેલ હતું અને આ ઘટના કેટલા વાગ્યે બની. આ મામલે નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઇ અનુસાર, આ જગ્યાનો કબજો લેવા માટે કેટલા લોકો ગયા હતા, ત્યારે ગામના લોકોએ આ જગ્યા ગૌચરની હોવાનું કહીને હોબાળો કર્યો અને ત્યારબાદ તોડફોડ કરી. આ મામલે કોઇએ ફરિયાદ નોંધાઇ નથી પરંતુ વીડિયો સામે આવતા ફરિયાદ નોંધવાની પ્રક્રિયા પોલિસ દ્વારા હાથ ધરાઇ છે.

Shah Jina