અમદાવાદના શાહપુરમાં ઘરમાં ઊંઘતા 8 વર્ષના બાળક સહીત માતા-પિતાનાં મોત, ડરામણો નઝારો જોઈને ભલભલા ધ્રુજી ઉઠશે

ગુજરાતમાંથી ઘણીવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે હાલમાં અમદાવાદના શાહપુરમાંથી આવી ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારના 3 લોકોના મોત નિપજ્યા છે, જેને કારણે શોકનો માહોલ વ્યાપી ગયો છે. આજે સવારે અચાનક 4:30 વાગ્યે રહેણાંક મકાનમાં આગ ભભૂકી ઉઠી અને આને કારણે ત્રણ લોકોની જિંદગી હોમાઇ ગઇ. જો કે હાલ તો આગ લગવાનું કારણ અકબંધ છે.

એફએસએલની તપાસ બાદ જ જાણવા મળશે. પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને પીએમ માટે મોકલી આપ્યા હતા. અમદાવાદના શાહપુરમાં ન્યૂ એચ કોલોનીના એક રહેણાંક મકાનમાં સવારે અચાનક આગ લાગી અને તેમાં ઘરમાં રહેલા પતિ-પત્ની અને તેમના બાળકનું મોત નિપજ્યું. હાલ તો આગ લાગવાનું કારણ અકબંધ છે. આગ લાગ્યાની માહિતી મળતા જ ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મહામહેનતે આગ પર કાબૂ મેળવ્યો હતો.

જો કે હજી સુધી આગ કયા કારણોસર લાગી તે સામે આવ્યું નથી. આજે વહેલી સવારે 4.55 વાગ્યે અમદાવાદ ફાયરબ્રિગેડને કોલ મળ્યો કે શાહપુર દરવાજા બહાર માસ્ટર પેટ્રોલ પંપ પાસે આવેલ ન્યૂ એચ.કોલોનીના એક મકાનમાં આગ લાગી છે અને કોલ મળતા જ ફાયરબ્રિગેડની ચારથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને મહામહેનતે આગ પર કાબૂ મેળવ્યો.

ફાયરબ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ત્યારે મકાનમાં ગાદલાંમાં આગ ચાલુ હતી, જેને બુઝાવી. જો કે ઘરમાં ખૂબ જ ધુમાડો હતો અને આ ઘટનામાં એક બાળક સહિત ત્રણ લોકો મૃત હાલતમાં પડ્યા હતા. જયેશભાઈ વાઘેલા, તેમનાં પત્ની અને બાળકનું આ દુર્ઘટનામાં મોત નિપજ્યુ હતુ. જયેશભાઈ અને તેમનો પરિવાર વહેલી સવારે ઊંઘમાં હતો

અને ત્યારે જ આગ લાગી હોવાને કારણે તેમને જાણ થઇ નોતી. જણાવી દઇએ કે, હાલમાં જ 30 ડિસેમ્બરે મોડીરાત્રે અમદાવાદના નારણપુરામાં આવેલી મોદી આઇ કેર હોસ્પિટલમાં આગ લાગી હતી અને તેમાં એક પતિ-પત્નીનું મોત થયું હતું. રાત્રે 3 વાગ્યા આસપાસ લાગેલી આગમાં સિક્યુરિટી ગાર્ડ અને તેમની પત્નીનું ગંભીર રીતે દાઝી ગયા હોવાને કારણે મોત નીપજ્યું હતું.

Shah Jina